ભાસ્કર વિશેષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતસહિત દેશભરમાં ઝડપથી વિકસી રહેલા એવિએશન સેક્ટરની માગને પહોંચી વળવા માટે અમદાવાદ નજીક દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર પર ધોલેરા નજીક તૈયાર થનારા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટને કેન્દ્ર સરકારે સ્વીકૃતિ આપી દેતા લગભગ 1712 કરોડ રૂપિયાના ખર્ચે એરપોર્ટ તૈયાર કરવાની કામગીરી 2018માં શરૂ થવાની શક્યતા છે. એરપોર્ટ તૈયાર થતા રાજ્યના અન્ય એરપોર્ટ પરનું ભારણ ઘટશે. એરપોર્ટથી કાર્ગો એરક્રાફ્ટનું મોટા પાયે સંચાલન થઈ શકશે.

અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પેસેન્જરો તથા વિમાનોની સંખ્યા વધતા એરપોર્ટનું વિસ્તરણ કરવું અનિવાર્ય હતું. પરંતુ હાલના એરપોર્ટની આજુબાજુ વધુ જગ્યા હોવાથી તેનું વિસ્તરણ શક્ય નથી. જેના પગલે રાજ્ય સરકારે અમદાવાદથી લગભગ 80 કિલોમીટર દૂર ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝન (સર) નજીક લગભગ 1426 હેક્ટર જમીનમાં પીપીપી ધોરણે નવો ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર કરવાનો પ્રસ્તાવ હતો. રાજ્ય સરકારના પ્રસ્તાવને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેમજ પર્યાવરણ વિભાગે પહેલા મંજૂરી આપી દીધી હતી. કેન્દ્ર સરકારે પણ ધોલેરા ગ્રીનફિલ્ડ એરપોર્ટ સહિત દેશના જુદાજુદા રાજ્યોમાં 18 જેટલા એરપોર્ટને સૈદ્ધાંતિ સ્વીકૃતિ આપી દેતા હવે એરપોર્ટ તૈયાર કરવાની કામ શરૂ થશે.

રાજ્ય સરકારના પ્રસ્તાવ મુજબ દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રયલ કોરિડોર પર અમદાવાદથી 80 કલોમીટર દૂર ધોલેરા નજીક નવાગામ પાસે 1426 હેક્ટર જમીનમાં આધુનિક સુવિધાઓ સાથેનું એરપોર્ટ તૈયાર કરવામાં આવશે.

ધોલેરામાં 1712 કરોડ રૂપિયાનાં ખર્ચે તૈયાર થનારા એરપોર્ટનું કામ 2018માં શરૂ થવાની શક્યતા

પ્રસ્તાવિત ધોલેરા ગ્રીનફિલ્ડ એરપોર્ટ

અન્ય સમાચારો પણ છે...