• Gujarati News
  • National
  • સરદારપુરાના દોષીને એઇડ્સ હોવાથી સજા માફીની પિટિશન

સરદારપુરાના દોષીને એઇડ્સ હોવાથી સજા માફીની પિટિશન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાબાદના તોફાનોમાં સરદારપુરા હત્યાકાંડમાં દોષિત ઠરેલા એક આરોપીને એઇડ્સ્ હોવાથી તેને સજા માફ કરવા માટે સરકાર સમક્ષ રજૂઆત છતાં કોઇ પગલા નહીં લેવાતા મામલે હાઇકોર્ટમાં પિટિશન થઇ હતી. અગાઉ હાઇકોર્ટે એક માસમાં નિર્ણય લેવા આદેશ આપવા છતાં પણ કોઇ નિર્ણય નહીં લેવાતા અરજદાર દ્વારા વધુ એક વખત હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરી છે. મામલે જસ્ટિસ જે.બી. પારડીવાલાએ રાજ્ય સરકાર અને જેલ સુપરિટેન્ડેન્ટને નોટિસ પાઠવી વધુ સુનાવણી 21મી જૂને રાખી છે.

સરદારપુરા હત્યાકાંડના દોષિત એક આરોપીએ એડ્વોકેટ નિસર્ગ શાહ મારફત કરેલી અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, રાજ્ય સરકારે ગત 27મી સપ્ટેમ્બર 2013ના રોજ કરેલા એક ઠરાવ પ્રમાણે જો કેદીને એઇડ્સ કે કેન્સર જેવી અસાધ્ય રોગની બીમારી હોય તો તેવા કેદી માટે સજા માફીની જોગવાઇ કરી છે. તેઓ કેટેગરીમાં ફિટ હોવાથી તેમને પણ સજામાં માફી આપવી જોઇએ. તે માટે તેમણે 1લી નવેમ્બર 2013એ અરજી કરી હતી. તેમણે રજૂઆત કરી હતી કે, 2009થી તેઓ એચઆઇવી પોઝિટિવ છે અને જેલમાં તેમને યોગ્ય સારવાર મળવાને કારણે જીવતા બચવાની શક્યતા નહીંવત્ છે.જો કે તેમ છતાં કોઇ પગલા નહીં લેવાતા ફરીથી હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરાઈ હતી. ગત ફેબ્રુઆરીમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને 4 સપ્તાહમાં નિર્ણય લેવા માટે આદેશ આપ્યો હતો. આજે પણ કોઈ નિર્ણય લેવાતા અરજદારે પેરોલ પર મુક્ત કરવા માંગ કરી છે.

અગાઉના આદેશમાં નિર્ણય લેવાતા HCમાં અરજી

અન્ય સમાચારો પણ છે...