• Gujarati News
  • National
  • પેટલાદ પોલીસ ઉપર હુમલો કરનારા ફરાર આરોપીની અમદાવાદથી ધરપકડ

પેટલાદ પોલીસ ઉપર હુમલો કરનારા ફરાર આરોપીની અમદાવાદથી ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદનો મોહસીન ખાન અતાઉલ્લા ખાન પઠાણ છેલ્લા 5થી 6 વર્ષથી મોંઘી કાર બીજાના નામે લોન લઇને ખરીદી કરતો હતો. મોટા ભાગે ગુજરાતના અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, ગાંધીનગર અને બોટાદ શહેરમાંથી લોકોના નામે બેન્કોમાંથી લોન લઇને મોંઘીદાટ કાર ખરીદવામાં આવતી હતી. ત્યાર બાદ કારોને દિલ્હી અને અન્ય મોટા શહેરોમાં વેચાણ અથવા તો ગીરવે મૂકી રૂપિયા લઇ લેતો હતો.

પેટલાદ પોલીસ સ્ટેશનના પીઆઇ તેમજ સ્ટાફ તેને પકડવા માટે ગયા ત્યારે મોહસીનખાને તેની ઉપર હુમલો કર્યો હતો.

અમદાવાદ ગ્રામ્યના આર.આર. સેલના પીએસઆઇ એસ.એન. રામાણી અને તેમની ટીમના મહેન્દ્રસિંહ સોલંકી તેમજ અજયસિંહ ચુડાસમાને માહિતી મળી હતી કે, મોહસીનખાન ઔડી કારમાં આણંદ જવા એક્સપ્રેસ હાઇવે પર નીકળશે.

આથી તા. 11 માર્ચે પોલીસે વોચ રાખી હતી. પોલીસને જોઈ મોહસીન અને તેનો ભાઇ મોઇન ભાગવા જતા પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...