• Gujarati News
  • National
  • ચાર મહિનાથી પગારવંચિત RC બુકના કર્મીઓની RTOને રજૂઆત

ચાર મહિનાથી પગારવંચિત RC બુકના કર્મીઓની RTOને રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં છેલ્લા ચાર મહિનાથી પગાર વંચિત આરસીબુકના કર્મચારીઓએ આરટીઓ સમક્ષ રજૂઆત કરી ત્વરિત પગાર નહીં મળે તો આગામી સપ્તાહમાં ગમેત્યારે હડતાલની ચીમકી ઉચ્ચારી છે.

આરસીબુકની કામગીરી સંભાળતી શોંખ કંપનીએ સુભાષબ્રિજ આરટીઓના કર્મચારીઓને છેલ્લા ચાર મહિનાથી પગાર ચૂકવ્યો નથી. શોંખ કંપની કર્મચારીઓને પગાર ચૂકવવામાં બહાનાબાજી કરે છે. પગાર માંગનારને કાઢી મૂકવાની ધમકી અપાય છે.

આરટીઓ જી.એસ.પરમારે જણાવ્યું હતું કે કંપની વિરુદ્ધ કમિશનરને લેખિત રજૂઆત કરાશે. વાહનવ્યવહાર મંત્રી સમક્ષ પણ ફરિયાદ કરવામાં આવી છે.

આરટીઓ અધિકારીઓની પહોંચમાં સહી ના હોય તો પણ એજન્ટ અને અરજદારોને ઘરના બદલે સ્થળ પર વાહનની આરસીબુક આપવા ફરજ પડાય છે. ગેરકાયદે આરસીબુક આપવાથી જે આવક ઊભી થાય તેનો અમૂક હિસ્સો પગાર પેટે રાખવા અને બાકીનો હિસ્સો કંપનીના અધિકારીઓને આપવા માટે વારંવાર દબાણ કરાય છે.

અધિકારીની સહી વગર RC બુક આપી દેવાય છે

આગામી સપ્તાહમાં પગાર નહીં મળે તો કર્મીઓની હડતાલની ચીમકી

અન્ય સમાચારો પણ છે...