ધર્મિષ્ઠા પટેલ | અમદાવાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધર્મિષ્ઠા પટેલ | અમદાવાદ

દક્ષિણદિલ્હીમાં એટીએમમાંથી ‘ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા’ લખેલી રૂ. 2000ની નોટ નીકળવાની 2 ઘટના બની હતી. બંને કિસ્સાની તપાસ દિલ્હીની ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે, તેના પરથી ઘટનાની ગંભીરતા સમજી શકાય છે. અમદાવાદમાં પણ એટીએમમાંથી તમારા હાથમાં રૂ. 500ની અને રૂ. 2000ની આવી ચિલ્ડ્રન નોટ આવે, તો નવાઈ નહીં! કારણ કે, આવી ચિલ્ડ્રન નોટ દિલ્હીથી અમદાવાદમાં પણ પહોંચાડાય છે. આશ્ચર્યજનક રીતે ચિલ્ડ્રન નોટમાં પણ અસલી નોટની જેમ ‘મોદી એપ’ કામ કરે છે.

કોટ વિસ્તારના કાળુપુર અને તેની આસપાસના વિસ્તારોમાં ચિલ્ડ્રન નોટનું મોટું માર્કેટ છે અને ત્યાંથી હોલસેલમાં ગુજરાતનાં અન્ય શહેરોમાં વેચાણ થાય છે. એક અંદાજ મુજબ અમદાવાદના બજારમાંથી રોજ રૂ. 500 અને રૂ. 2000ની ચિલ્ડ્રન નોટના 100-100 બંડલનું વેચાણ થાય છે.

કાળુપુર વિસ્તારમાં રમકડાંની 40 જેટલી દુકાન છે. આસપાસના વિસ્તારોમાં પણ આવાં બજાર છે, જ્યાં ચિલ્ડ્રન નોટનું વેચાણ થાય છે. ‘દિવ્ય ભાસ્કર’એ કરેલી સ્થળતપાસમાં ચિલ્ડ્રન નોટ અંગે કેટલીક ચોંકાવનારી માહિતી મળી હતી. એક દુકાનદારે નામ આપવાની શરતેે કહ્યું હતું કે રમકડાંનું સૌથી મોટું માર્કેટ દિલ્હીમાં છે. વેપારીઓ ત્યાંથી હોલસેલ ભાવે ચિલ્ડ્રન નોટ સહિતનાં રમકડાં ખરીદે છે. કાળપુુરની 40 દુકાનમાંથી રોજ રૂ. 500 અને રૂ. 2000ની ચિલ્ડ્રન નોટના 100-100 બંડલ વેચાય છે.

અન્ય સમાચારો પણ છે...