• Gujarati News
  • National
  • કોર્પોરેટ ડેટ રિસ્ટ્રક્ચરિંગઃ 2016માં 42,000 કરોડના પેકેજ ફરી નિષ્ફળ

કોર્પોરેટ ડેટ રિસ્ટ્રક્ચરિંગઃ 2016માં 42,000 કરોડના પેકેજ ફરી નિષ્ફળ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્ચેસ્ટર તરીકે ઓળખાતું અમદાવાદ એક જમાનામાં મિલોથી ભર્યુંભાદર્યું હતું, પરંતુ સમય જતાં કાપડ બજારની મંદી અને પાવરલૂમોને કારણે મિલોએ દેવાળું ફૂંક્યું હતું. કાપડ મિલોના કરોડોનાં વીજબિલો નહીં ભરવાને કારણે મિલોને તાળાં લાગી ગયાં હતાં. ડિટ્ટો રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આયર્ન અને સ્ટીલ ક્ષેત્રે વ્યાપેલી મંદીએ કંપનીઓની હાલત બદથી બદતર કરી નાખી છે. તણાવગ્રસ્ત બોરોઅર્સ પાસેથી તેમની લોનોને વસૂલવા માટે બેન્કોએ જે રિવાઇવલ યોજના બનાવી હતી, નિષ્ફળ ગઈ છે, કેમ કે 264 બોરોઅર્સને કોર્પોરેટ ડેટ રિસ્ટ્રક્ચરિંગ (સીડીઆર) પેકેજીસ રૂ. 1,25,093 કરોડની લોનો ફરી એક વાર બેડ એસેટ્સમાં ફેરવાઈ ગઈ છે. આમાંથી 2016ના ડિસેમ્બરના અંત સુધીમાં 62 કોર્પોરેટ્સને સીડીઆર પદ્ધતિ હેઠળ આપવામાં આવેલી રૂ. 42,000 કરોડની લોનો ફરી બેડ લોનોમાં ફેરવાઈ ગઈ છે. છેલ્લાં બે વર્ષમાં 109 તણાવગ્રસ્ત એકાઉન્ટને સીડીઆર હેઠળ અપાયેલા રૂ. 75,000 કરોડ ફરી એનપીએ બની ગયા છે. બેન્કોના સીડીઆર સેલના ડેટા મુજબ 31 ડિસેમ્બર, 2016 સુધી 530 બોરોવલને સીડીઆર હેઠળ કુલ રૂ. 4,03.004 કરોડની લોનો મંજૂર કરવામાં આવી હતી. જોકે 655 બોરોઅર્સે સીડીઆર પેકેજ માટે અવાજ ઉઠાવ્યો હતો, પણ બેન્કોએ 125 બોરોઅર્સની રૂ. 70,998 કરોડની અરજી નામંજૂર કરી હતી. જ્યારે 2016-17ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં 14,321 કરોડની લોનો એનપીએ બની ગઈ હતી, જ્યારે રૂ. 13,000 કરોડની લોનો બીજા ત્રિમાસિકમાં બેડ લોનો બની ગઈ હતી. જેથી બેન્કોએ સીડીઆર પેકેજીસ અટકાવી દીધા હતા. જ્યારે 168 દેવાદારોને સીડીઆર પેકેજીસ હેઠળ આપવામાં આવેલા રૂ. 2,07060 કરોડમાંથી ઘણા પ્રમોટરો પૂરતી કમાણી કરવામાં નિષ્ફળ ગયા હોઈ બેડ લોનોમાં ફેરવાવાની ભીતિ છે, એમ બેન્ક અધિકારીએ કહ્યું હતું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આયર્ન અને સ્ટીલ ક્ષેત્રે 53 દેવાદારોને આપવામાં આવેલા સીડીઆર પેકેજો મુશ્કેલીમાં છે અને ઘણા નિષ્ફળ જવાની વકી છે, જેમાં ભારતી શિપયાર્ડ (રૂ. 5,800 કરોડ) અને હોટેલ લીલાવેન્ચર (રૂ. 3000 કરોડ)નો સમાવેશ થાય છે. જેને એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીને વેચી દેવામાં આવ્યા હતા. જોકે હલ્દિયા પેટ્રોકેમિકલ્સ (રૂ. 4,700 કરોડ) સફળતાપૂર્વક સીડીઆરમાંથી બહાર નીકળી ગઈ છે.

amishjoshi2011@gmail.com

ઉદ્યોગો વાર સીડીઆર કેસો

ઉદ્યોગ એકા. દેવાં દેવાં

(કરોડમા) (% માં)

ઇન્ફ્રા1640,349 19.49

આયર્નએન્ડ સ્ટીલ 3740,269 19.46

ઈપીસી523,522 11.37

એન્જિનિયરિંગ822,082 10.06

કન્સ્ટ્રક્શન1118,644 9.00

શિપબાંધકામ311,449 5.53

ટેક્સટાઇલ્સ1810,558 5.10

ટેલિકોમ57,040 3.40

એનબીએફસી36,252 3.02

ફાર્માસ્યુટિકલ્સ75,713 2.76

અન્ય સમાચારો પણ છે...