મિતેશ બ્રહ્મભટ્ટ | અમદાવાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મિતેશ બ્રહ્મભટ્ટ | અમદાવાદ

એક્સિડન્ટકેસમાં બંને પક્ષના સભ્યોને સમાધાન કરી લેવાની ફરજ પાડતી પોલીસે આરોપીનો પક્ષ લઇને ફરિયાદ નોંધી હોવાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘટના સ્થળે તેમજ પોલીસ સ્ટેશનની અંદર ભોગ બનનાર અને અકસ્માત કરનાર બંનેએ સમાધાન કરી લીધું હતું. પરંતુ ભોગ બનનારનું એક્ટિવા ટોટલ લોસ થઇ ગયું હોવાથી તેને પૈસા આપવા પડે તે માટે અકસ્માત કરનાર કારચાલકે પોલીસ સાથે મળીને અકસ્માતની ફરિયાદ નોંધાવી દીધી હતી. કેસમાં પોલીસ જાતે ફરિયાદી બની ગઇ હતી અને અકસ્માત કરનાર કારચાલકની કાગળ ઉપર ધરપકડ કરી તેને તાત્કાલિક જામીન ઉપર છોડી દીધો હતો. જો કે સમાધાન કરવા જ્યારે બેઠા ત્યારે કાર ચાલકે કહી દીધું કે હવે તો ફરિયાદ થઇ ગઇ છે એટલે તમને પૈસા નહીં મળે. અંતે એક્ટિવાના માલિકે ઉપરી અધિકારીઓને અરજી કરી છે.

ઈસ્કોન બ્રિજ પરથી17 ફેબ્રુઆરીએ રાતે 12 વાગ્યે પૂરઝડપે પસાર થઇ રહેલી ગાડીના ચાલક નાવેદખાને એક બાઈક અને એક એક્ટિવાને અડફેટે લીધા હતા. જેમાં એક્ટિવા ચાલક તપન ભટ્ટ (થલતેજ)ને માથામાં ગંભીર ઇજા થઇ હતી અને એક્ટિવા ભારે નુકસાન થયું હતું.

નાવેદખાનની કાર એટલી સ્પીડમાં હતી કે ટક્કર માર્યા પછી તે ડિવાઈડર તોડીને રોંગ સાઈડમાં જતી રહી હતી.

સેટેલાઈટ પોલીસ તપન અને નાવેદને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. જ્યાં નાવેદે તપનને ફરિયાદ કરવાની ના પાડી એક્ટિવાનો પૂરોપૂરો ખર્ચો આપવાની વાત કરી હતી. પોલીસે પછી તપનનું નિવેદન નોંધીને તેમને જવા દીધા હતા.

બીજા દિવસે તપન નાવેદ પાસે પૈસા લેવા ગયો તો તેણે કહ્યું, તમે તો ફરિયાદ કરી છે એટલે ખર્ચાના પૈસા નહીં મળે. કેસમાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મહેશ ફરિયાદી બન્યા હતા.

^મેં તપન સાથે સમાધાન કરી લેવાની વાત કરી હતી. જો કે 2-5 હજારનો ખર્ચો હોત તો હું પૈસા આપી દેત. પણ એક્ટિવા ટોટલ લોસ છે. જો કે મેં તેમને થર્ડ પાર્ટી ક્લેઈમના પૈસા આપવાની વાત કરી છે. > નાવેદખાન,અકસ્માતકરનાર કારચાલક

અમારીજાણ બહાર પોલીસ કેવી રીતે ફરિયાદ કરી શકે?

^ભોગબનનાર હું છું. તો પોલીસ મારી જાણ બહાર કેરી રીતે ફરિયાદ નોંધી શકે. મને એક્ટિવાના રિપેરિંગના પૈસા આપવા પડે એટલે નાવેદખાને પોલીસ સાથે સેટિંગ કરીને ફરિયાદ નોંધાવી દીધી હતી. પોલીસની બદમાશી અંગે સેટેલાઈટ પીઆઈ અને એસીપીને અરજી કરી છે. > તપનભટ્ટ, ભોગબનનાર એક્ટિવા ચાલક

કારે એક્ટિવાને ટક્કર મારી, પોલીસે આરોપીનો પક્ષ લઈ ફરિયાદ નોંધી

2-5 હજારનો ખર્ચો હોત તો હું આપવા તૈયાર હતો

અન્ય સમાચારો પણ છે...