• Gujarati News
  • National
  • ધો.10 12ની બેઠક વ્યવસ્થા મંગળવારે જોઇ શકાશેે

ધો.10-12ની બેઠક વ્યવસ્થા મંગળવારે જોઇ શકાશેે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુધવારથીશરૂ થતી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષામાં બેસનાર 17.59 લાખ વિદ્યાર્થીઓ પોતાની બેઠક વ્યવસ્થા મંગળવારે જોઇ શકશે. અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ બેસનાર 2.05 લાખ વિદ્યાર્થીઓ મંગળવાર સવારથી લઇ સાંજ સુધી સબંધિત સ્કૂલોમાં જઇ પોતાની બેઠક વ્યવસ્થા જોઇ શકશે. બેઠક વ્યવસ્થા જોવા માટે ડીઇઓ તરફથી સૂચના આપી દેવાઇ છે. શહેર ડીઇઓનો કંટ્રોલરૂમ સોમવારથી શરૂ થઇ જશે.

ધો.10-12ના 74 પરીક્ષા કેન્દ્રો હેઠળ 402 સ્કૂલો અને 4296 બ્લોક છે. જ્યારે ગ્રામ્યમાં 53 કેન્દ્રો હેઠળ 222 સ્કૂલો અને 1000 બ્લોક છે. બોર્ડના પરીક્ષાર્થીનો જે સ્કૂલમાં નંબર આવ્યો છે, તે તમામ વિદ્યાર્થીઓને પોતાની બેઠક વ્યવસ્થા જોવા માટે મંગળવારે સ્કૂલોમાં પ્રવેશ અપાશે.

અન્ય સમાચારો પણ છે...