તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સિંગતેલમાં મજબૂત સ્થિતિ : ધાણામાં તેજી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિંગતેલમાં મજબૂત સ્થિતિ : ધાણામાં તેજી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વરસાદી માહોલ અને ઉછાળે ચણા, ગમ તથા જીરૂમાં પ્રોફિટબુકિંગથી ઘટાડો

કોમોડિટી રિપોર્ટર | અમદાવાદ

એગ્રીકોમોડિટીમાં આજે પ્રોફિટ બુકિંગના કારણે આજે નિરૂત્સાહી ટ્રેન્ડ રહ્યો હતો. જોકે, ખાદ્યતેલોમાં સિંગતેલ તથા કપાસિયાતેલમાં મજબૂતીનો માહોલ જળવાઇ રહ્યો છે. ગુજરાતમાં મગફળીના વાવેતર વિસ્તારમાં વધારો થયો હોવા છતાં પણ સિંગતેલ લુઝ રાજકોટ ખાતે આજે વધુ 10-15 વધીને રૂા.1385-1390 બોલાતું હતું. ચાલુ સપ્તાહમાં 1400ના ભાવથી વેપાર થાય તો નવાઇ નહિં. અત્યારે મીલો પાસે કાચા માલનો સ્ટોક હોવાથી બજારમાં વન-વે તેજી રચાઇ છે. સિંહતેલની પાછળ કપાસિયાતેલ પણ મજબૂત બનીને રૂા.1350 આસપાસ ક્વોટ થઇ રહ્યું છે. ઉપરાંત દિવેલમાં પણ નિકાસ વેપારોના કારણે ભાવ મજબૂત રહ્યાં છે. પામતેલમાં મંદીનો માહોલ અને દેશમાં ખાદ્યતેલોની આયાત સતત વધી રહી હોવા છતાં સ્થાનિક બજારમાં તેજી જળવાઇ ગઇ છે. મોટા ભાગના ટ્રેડરોનું કહેવું છે. ગુજરાતમાં મગફળીનું વાવેતર વધ્યું છે પરંતુ હજુ વરસાદની ખાદ્ય રહેવાના કારણે ઉત્પા્દનમાં વૃદ્ધિ થાય તેવી શક્યતા નહિંવત્ છે.

કઠોળના વાવતેર વિસ્તારમાં 34 ટકાનો વધારો થયો હોવા છતાં હાજરમાં અત્યારે તેજીનો ટોન યથાવત રહ્યો છે. ચણા હાજરમાં ક્વિન્ટલ દીઠ મથકો પર 8800-9200 સુધીના ભાવ ક્વોટ થઇ રહ્યાં છે. જોકે, આજે વાયદામાં પ્રોફિટબુકિંગ આવતા નજીવો ઘટીને 9010 બોલાતો હતો. ચણામાં જુના વાયદા કપાઇ ગયા હોવાથી અને નવા વાયદા પર પ્રતિબંધ મુકાઇ જવાના કારણે હવે મોટી તેજી થવી શક્ય નથી. ધાણામાં આજે તેજીની સર્કિટ લાગી હતી. ધાણા વાયદો 3 ટકા મજબૂત બનીને રૂા.8365 ક્વોટ થતો હતો. જ્યારે કપાસમાં વાવેતર ઘટવાના કારણે હાજર તેમજ વાયદામાં ભાવ સપાટી મજબૂત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો