તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દરેક ઘરેથી કચરો ઉઠાવવા 4.50 કરોડ ખર્ચ કરશે

દરેક ઘરેથી કચરો ઉઠાવવા 4.50 કરોડ ખર્ચ કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાપાલિકાવિસ્તારમાં દરેક ઘરેથી કચરો ઉઠાવવાની વ્યવસ્થા એક મહિનાથી તે છીન્ન ભીન્ન થવાથી વસાહતીઓ ત્રાહિમામ પોકારી ગયાં છે. સરકારે ભેરવી દીધેલી બંધ થયેલી પીજોટ કંપનીની મીની કચરા ગાડીઓ એક પછી એક બંધ થતાં અને કચરો એકત્ર કરતી કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો થવા આવતાં હવે મહાપાલિકાએ નવેસરથી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. તેમાં કામ કરવા ઇચ્છતી કંપનીએ કચરાના વહન માટે પોતાની માલિકીના નવા વાહન મુકવા શરત રખાઇ છે. જો કે નિર્ણયથી મહાપાલિકાનો ખર્ચ 1.50 કરોડ જેટલો વધીને વાર્ષિક 4. 50 કરોડ થશે. કામ કરવા 7 કંપનીએ ઇચ્છા વ્યક્ત કરતા અધિકારીઓએ તેમની સાથે પ્રિ બીડ મિટીંગ કરી લેતા હવે કંપનીઓ ટેન્ડર ભરશે.

સ્વચ્છતા સર્વેક્ષણ 2017માં આગળનો ક્રમ આવ્યાના પગલે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે પણ મહાપાલિકાની પસંદગી થઇ ગયા બાદ અક પછી એક નવા પ્રશ્નો મહાપાલિકા સમક્ષ ઉભા થઇ રહ્યાં છે. તેમાં ચોમાસાના દિવસો દરમિયાન કચરા એકત્રીકરણની વ્યવસ્થા ખોડંગાતી સ્થિતિમાં આવી જવાના કારણે અધિકારીઓ દોડતાં થઇ ગયા છે. શહેરના સેક્ટરોમાં ગંદકીનો માહોલ જામવાની શરૂઆત થઇ ગઇ છે, કેમ કે દરેક ઘરેથી રોજ કચરો ઉપાડવાનું કામ વધુને વધુ અનિયમિત થતું જાય છે. મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદીએ જણાવ્યું કે યોગ્ય વ્યવસ્થા જળવાઇ રહે તેના માટે નવી એજન્સીને કામ સોંપવા માટેની ટેન્ડર પ્રક્રિયા ઝડપભેર અને જુની એજન્સીની મુદ્દત પૂર્ણ થયા પહેલા શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી કચરા ગાડીઓ મહાપાલિકા પૂરી પાડતી હતી. પરંતુ માત્ર 2 વર્ષના ગાળામાં વાહનો હતા હતાં થઇ જતાં અધિકારીઓએ અમદાવાદ મહાપાલિકાની જેમ પોતાના વાહનો ધરાવતી કંપનીને કામ સોંપવા નિર્ણય કર્યો છે.

કેટલાક સેક્ટરમાં કચરા ગાડી 4 દિવસે પહોંચે છે

ઘરેઘરેથી કચરો ઉઠાવવાની વ્યવસ્થા વેરણ છેરણ થઇ જવાના કારણે સુકો અને ભીનો કચરો અલગ રાખવાનો મુદ્દો તો કોરાણે મુકાઇ ગયો છે. વધારામાં કચરા ગાડી નિયમિત નહીં આવતા વસાહતીઓ ઘરની બહાર કે નજીકમાં ઉકરડો કરવા મજબુર બની ગયા છે. ઘરમાંથી નીકળતો દરરોજનો કચરો હવે સેક્ટરમાં ફેલાવા લાગ્યો છે. કેમ કે દરેક ઘરેથી કચરો ઉપાડવાની વ્યવસ્થા ગોઠવાયા પછી મહાપાલિકાએ મોટી કચરા પેટીઓ તેની નિયત જગ્યાએથી ઉઠાવી લીધી છે.

ગાંધીનગર મહાપાલિકા દ્વારા નવી એજન્સીએ પોતાની અને નવી ગાડીઓ મુકવી ફરજિયાત કરાઈ

કચરા એકત્રિકરણ માટે 7 કંપનીએ રસ દાખવતા અધિકારીઓએ યોજી બેઠક

અન્ય સમાચારો પણ છે...