તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સોનામાં બેતરફી મુવમેન્ટ ચાંદીમાં વધ્યાથી 400 ઘટ્યા

સોનામાં બેતરફી મુવમેન્ટ ચાંદીમાં વધ્યાથી 400 ઘટ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોમોડિટી રિપોર્ટર | અમદાવાદ

સોનામાંભાવ સપાટી બે તરફી રેન્જમાં અથડાઇ ગઇ છે. આગામી ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદર મુદ્દે કેવો નિર્ણય લેવામાં આવે છે તેના પર તેજી-મંદીની ચાલ નિર્ભર રહેશે. જોકે, હાલના સંકેતો જોતા ફેડ આગામી મહિનામાં વ્યાજ વધારે તેવી શક્યતા નહિંવત્ છે. જોકે, ડોલર ઇન્ડેક્સની ચાલ કેવી રહે છે અને હેજફંડોની ખરીદી કેવી રહે છે તેના પર આધાર રહેલો છે. વૈશ્વિક સોનું નજીવી રેન્જમાં અથડાઇ 1220 ડોલર અને ચાંદી 15.75 ડોલર આસપાસ ક્વોટ થઇ રહી છે. અમદાવાદ ખાતે ચાંદી 400 તૂટીને રૂા.37400 અને સોનું 50ના ઘટાડા સાથે રૂા.28900 ક્વોટ થતું હતું. જ્યારે મુંબઇ ચાંદી ઘટીને રૂા.36490 અને સોનું 28010 બોલાતું હતું. હાજર બજારોની સાથે વાયદામાં પણ બે તરફી વધઘટ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...