તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એગ્રી કોમોડિટીમાં જીરુંમાં તોફાની તેજી ખાદ્યતેલોની આયતામાં 15 ટકાની વૃદ્ધિ

એગ્રી કોમોડિટીમાં જીરુંમાં તોફાની તેજી ખાદ્યતેલોની આયતામાં 15 ટકાની વૃદ્ધિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જુન માસમાં ખાદ્યતેલોની આયાત વધી 13.45 લાખ ટન નોંધાઇ : ખાદ્યતેલોમાં ભાવ ઢીલા

એગ્રી કોમોડિટીમાં તેજીનો સટ્ટો સારા ચોમાસે પણ જામ્યો છે. ખાસકરીને જીરૂમાં ત્રણ દિવસમાં સરેરાશ 8 ટકાથી વધુની તેજી સાથે વાયદો 20000ની સપાટી કુદાવી ગયો છે. જીએસટીના વિરોધ વચ્ચે હાજર માલોની અછત અને ક્વોલિટી માલોની શોર્ટેજ સામે નિકાસકારોની માગ ખુલતા તેજી આવી છે. જોકે, પુરતા પ્રમાણમાં સ્ટોક હોવાથી હવે મોટી તેજી અગ્રણીઓ નકારી રહ્યાં છે. અન્ય એગ્રી કોમોડિટીમાં એરંડા, ધાણા, ગમ-ગવાર તથા હળદરમાં પણ સરેરાશ બે થી ચાર ટકા સુધીની તેજીની સર્કિટ લાગી હતી.

ચણા વાયદાનો 5301ના મથાળે પ્રારંભ થવા સાથે નજીવો ઉંચકાઇ 5330 બંધ રહ્યો હતો. એરંડાનું ઝડપી વાવેતર અને શિપર્સોની નબળી માગ વચ્ચે પણ વાયદો આજે 4500ની સપાટી કુદાવી 4550 ક્વોટ થતો હતો. જ્યારે ક્રૂડની મજબૂતી પાછળ‌ ગમ તથા ગવારમાં તેજીની સર્કિટ લાગી હતી. ગમ ફરી 7000 નજીક 6988 અને ગવાર 3468 ક્વોટ થતો હતો. કપાસમાં રેકોર્ડ વાવેતર છતાં હાજર માલની શોર્ટેજના કારણે ભાવ ઘટ્યાંથી નજીવા ઉંચકાઇ ગયા છે.

ખાદ્યતેલોનીઆયાત જુન મહિનામાં 15 ટકા વધી : દેશમાંખાદ્યતેલોની આયાત સતત વધી રહી છે. જુન મહિનામાં 15 ટકા વધી 13.44 લાખ ટન નોંધાઇ હતી. સિઝન (નવેમ્બર-ઓક્ટોબર)ના પહેલા આઠ મહિનામાં આયાત નજીવી વધીને 9863572 (9763043) ટનની નોંધાઇ છે. દેશમાં ખાદ્યતેલની કુલ જરૂરીયાતના 60 ટકા આયાત પર આધાર રાખવો પડી રહ્યો છે. ગતવર્ષે દેશમાં ખાદ્યતેલોની 140 લાખ ટનની આયાત હતી જે ચાલુ વર્ષે વધી જાય તેવા સંકેતો છે. સતત વધી રહેલી આયાતના કારણે તેલિબીયા પાકોના ભાવ તળિયે પહોંચ્યા છે.

વૈશ્વિક ખાંડના ભાવ પાંચ મહિનામાં સરેરાશ 20 ટકા તૂટ્યાં હોવાથી સ્થાનિકમાં આયાત મોટા પાયે થાય તે માટે આયાત ડ્યૂટી 10 ટકા વધારીને 50 ટકા કરવામાં આવી છે. આયાત ડ્યૂટી વધારવામાં આવતા ખાંડના ભાવ મજબૂત બન્યાં છે. વૈશ્વિક ખાંડના ભાવ ફેબ્રુઆરીમાં 550 ડોલર પ્રતિ મિલિયન ટન હતા જે ઘટીને 445 મિલિયન ટન બોલાઇ ગયા હતા. ઉપરાંત નવી સિઝનમાં ખાંડનું ઉત્પાદન વધશે તેવા અહેવાલે પુરવઠો વધી જાય તે માટે નિર્ણય લેવાયો છે.

વૈશ્વિક ખાંડના ભાવ 5 માસમાં 20 ટકા તૂટ્યાં

અન્ય સમાચારો પણ છે...