તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સેન્સેક્સમાં સાપ્તાહિક 660 પોઇન્ટનો સુધારો, પ્રોફિટ બુકિંગથી સુધારો અટક્યો

સેન્સેક્સમાં સાપ્તાહિક 660 પોઇન્ટનો સુધારો, પ્રોફિટ બુકિંગથી સુધારો અટક્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોકે, હેલ્થકેર, ટેલિકોમ અને ઓઇલ સેગમેન્ટમાં સ્ટોક સ્પેસિફિક વેલ્યૂ બાઇંગ રહેતા સુધારો રહ્યો હતો. સેન્સેક્સ આજે ઇન્ટ્રા-ડે 32109.75 પોઇન્ટની નવી ટોચે પહોંચ્યા બાદ છેલ્લે 32020.75 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જે 16.63 પોઇન્ટનો સાધારણ ઘટાડો દર્શાવે છે. જ્યારે નિફ્ટી 5.35 પોઇન્ટના ઘટાડા સાથે 9886.35 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકની 31 પૈકી 14 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો તે પૈકી એનટીપીસી 2.02 ટકા, કોટક બેન્ક 1.61 ટકા, સ્ટેટ બેન્ક 1.04 ટકા, સીપલા 0.96 ટકા સુધર્યા હતા. જ્યારે ટીસીએસ વીપ્રો, તાતા મોટર્સ, કોલ ઇન્ડિયા, તાતા સ્ટીલ સહિત 17 સ્ક્રીપ્સમાં ઘટાડાની ચાલ રહી હતી. બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 2822 પૈકી 1015 સ્ક્રીપ્સમાં સુધારા સામે 1676 સ્ક્રીપ્સમાં ઘટાડાની ચાલ રહી હતી. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે રોકાણકારો પ્રત્યેક ઉછાળે સાવચેતી તેમજ પ્રોફીટ બુકિંગનો એપ્રોચ ધરાવી રહ્યા છે. દરમિયાનમાં વિદેશી નાણાકીય સંસ્થાઓની આજે રૂ. 673.56 કરોડની નેટ ખરીદી રહી હતી. તેની સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 136.27 કરોડની નેટ વેચવાલી રહી હતી.

એયુસ્મોલ ફાઇનાન્સ બેન્કમાં રૂ. 93.30નું બાકોરું: લિસ્ટિંગપછી સતત ઊછાળામાં રૂ. 724.45 થઇ ગાય બાદ એયુ સ્મોલફાઇનાન્સમાં આજે હેવી પ્રોફીટ બુકિંગનું પ્રેશર જોવાતાં શેર રૂ. 93.30 તૂટી રૂ. 597.75ની સપાટીએ બંધ રહ્યો હતો.

IT શેર્સમાં પીછેહઠ

કંપની બંધ ઘટાડો

ડેટામેટિક્સ117.20-3.97

સાસકેન538.85-2.84

ટીસીએસ2398.80-1.85

વીપ્રો259.50-1.78

ટીસીએસનો ચોખ્ખો નફો બજારની ધારણા કરતાં નીચે રહેતા આજે ઇન્ટ્રા-ડે શેર એક તબક્કે 3 ટકા તૂટી રૂ. 2376.10પહોંચી ગયા બાદ છેલ્લે 1.85 ટકા ઘટી રૂ. 2398.80 બંધ રહ્યો હતો. તેની સામે ઇન્ફી.એ બજારની ધારણા કરતાં વિપરીત નફામાં નોમિનલ સુધારો નોંધાવતાં શેર ઇન્ટ્રા-ડે 3 ટકા ઊછળી રૂ. 1006.65 થઇ છેલ્લે 0.44 ટકાના નોમિનલ ઘટાડા સાથે રૂ. 972.05 રહ્યો હતો.

રિઝલ્ટ ઇમ્પેક્ટ: ટીસીએસ તૂટ્યો, ઇન્ફી.માં સુસ્તી

ઇન્ટ્રા-ડે સેન્સેક્સ-નિફ્ટીએ ઓલટાઇમ હાઇ : ઇન્ફી.ના પરિણામની નેગેટિવ અસર

અન્ય સમાચારો પણ છે...