તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ |મતદારયાદીની કામગીરીમાં કોઇ સમસ્યા સર્જાય તો અરજદારો કંટ્રોલરૂમના નંબર

અમદાવાદ |મતદારયાદીની કામગીરીમાં કોઇ સમસ્યા સર્જાય તો અરજદારો કંટ્રોલરૂમના નંબર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |મતદારયાદીની કામગીરીમાં કોઇ સમસ્યા સર્જાય તો અરજદારો કંટ્રોલરૂમના નંબર પર ફરિયાદ કરી શકશે. ગત રવિવારે કેટલાક બૂથ પર કર્મચારીઓ હાજર રહ્યા હોવાની ફરિયાદ નોંધાઇ હતી. પૂર્વ વિસ્તારમાં આવી ફરિયાદો વધુ હતી. જેથી આગામી 16મી જુલાઇ, રવિવારના રોજ મતદારયાદીના ખાસ કાર્યક્રમમાં બૂથ ઉપર ચૂંટણીની કામગીરીમા સમાવિષ્ટ કર્મચારીઓ હાજર હોય તો 07927552265 અને 1950 ફોન નંબર ઉપર સંપર્ક કરી રજૂઆત કરવાની રહેશે. જેથી ફોન ઉપર હાજર અધિકારી ત્વરિત વ્યવસ્થા કરશે. જિલ્લા ચૂંટણી વિભાગે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને નામ નોંધવવા તાકીદ કરી છે. નામ નહીં નોંધાવનાર વ્યક્તિઓને મતદાનનો હક મળશે નહીં. નામ સુધારવા ઉપરાંત સરનામું ટ્રાન્સફર કરવા સહિતની અરજી સ્થાનિક બૂધ કક્ષાએ લેવાશે. અરજદારઓએ ceo.gujarat.gov.in પર પોતાનું નામ દાખલ થયું છેકે નહીં તેની ચકાસણી કરી શકશે. સિવિક સેન્ટરોમાં કામગીરી શરૂ કરવા માટે મંજુરીની કાર્યવાહી ચાલી રહી છે. મંજુરી બાદ રસ હશે તેવા સિવિક સેન્ટરો પર મતદારયાદીની કામગીરી શરૂ કરાશે.

મતદારયાદીમાં નોંધણી અંગે પ્રશ્ન હોય તો ફરિયાદ કરી શકાશે

અન્ય સમાચારો પણ છે...