તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • GPSCની મેઈન એક્ઝામ માટે 6035 ઉમેદવાર ક્વોલિફાય, 17, 23 અને 24 સપ્ટેમ્બરે પરીક્ષા

GPSCની મેઈન એક્ઝામ માટે 6035 ઉમેદવાર ક્વોલિફાય, 17, 23 અને 24 સપ્ટેમ્બરે પરીક્ષા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગુજરાતપબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા ગત જૂનમાં લેવામાં આવેલી ગુજરાત એડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ(જીએએસ) ક્લાસ-1 અને ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસ-1 અને ક્લાસ-2ની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષાનું શુક્રવારે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કુલ 6035 ઉમેદવારો 17,23,24મી સપ્ટેમ્બરે યોજાનારી મેઈન એક્ઝામ માટે ક્વોલિફાઈ થયા છે.

ચોથી જૂન, 2017ના રોજ 32 જિલ્લાઓમાં પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 2,94,000 ઉમેદવારોએ અરજી કરી હતી. 200-200 માર્કસના બે પ્રશ્નપત્રોની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જીપીએસસીની મેઈન એક્ઝામ 17,23,24મી સપ્ટેમ્બરે ગાંધીનગર-અમદાવાદ ખાતે લેવામાં આવશે. મેઈન એક્ઝામ ક્લીયર કરનારા ઉમેદવારોના ઈન્ટરવ્યૂ ફેબ્રુઆરી: 2018માં લેવામાં આવશે.

જીપીએસસીની વિવિધ પોસ્ટ પર ભરતી માટે કુલ ત્રણ તબક્કામાં રાખવામાં આવે છે. જે અંતર્ગત પ્રથમ તબક્કો પ્રિલિમિનરી પરીક્ષાનો, બીજો તબક્કો મેઈન પરીક્ષાનો, ત્રીજો તબક્કો ઈન્ટરવ્યૂનો હોય છે. ગેરરીતિ આચરનારા 10 ઉમેદવારોનું પરિણામ રદ

જીપીએસસીની મેઈન એક્ઝામમાં કુલ 10 ઉમેેદવારો વિવિધ પ્રકારની અનિયમિતતા કે નિયમભંગ કરતા ઝડપાયા છે, તેમનું પરિણામ રદ કરવામાં આવ્યુંં છે.

જે 10 ઉમેદવારોના પરિણામો રદ કરાયા છે, તેમાં ઉમેદવારો પરીક્ષાખંડમાં મોબાઈલ સાથે, પરીક્ષાખંડમાં કોપી કરતા,કોલ લેટર ડાઉનલોડ કર્યો હોવા સહિતના કારણોસર પરિણામ રદ કરાયા છે.

કેટેગરી સિલેક્ટેડ કેન્ડિડેટ

જનરલ(મેલ) 1882

જનલર(ફિમેલ) 886

એસઈબીસી(મેલ) 1367

એસઈબીસી(ફિમેલ)510

એસસી(મેલ)386

(એસસી(ફિમેલ) 193

એસટી(મેલ) 586

એસટી(ફિમેલ) 225

જનરલકેટેગરીમાં પસંદ

થયેલા કુલ ઉમેદવારો 6035

પસંદ થયેલા ઉમેદવારો

અન્ય સમાચારો પણ છે...