• Gujarati News
  • National
  • મેદસ્વિતા ઘટાડવા અમદાવાદમાં છ માસમાં લાઇફ સ્ટાઇલ ક્લિનિક ખૂલશે

મેદસ્વિતા ઘટાડવા અમદાવાદમાં છ માસમાં લાઇફ સ્ટાઇલ ક્લિનિક ખૂલશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત સહિત રાજ્યમાં મેદસ્વિતાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ઇન્દોરનાં વિખ્યાત બેરિયાટ્રિક સર્જન ડો. મોહિત ભંડારી દ્વારા શહેરમાં મેદસ્વિતા અને ડાયાબિટીસની મફત સલાહ શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે અમદાવાદમાં લાઇફ સ્ટાઇલ શરૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

ડો. મોહિત ભંડારીએ જણાવ્યું હતું કે, ત્યારે મેદસ્વિતા ધરાવતાં લોકોમાં દિલ્હી અને પંજાબ બાદ ગુજરાત બીજા નંબરે છે. ઇન્દોરમાં મારી હોસ્પિટલમાં મહિને 150થી 200 જેટલી બેરિયાટ્રિક સર્જરી થાય છે. જેમાંથી 50 દર્દી ગુજરાતમાં આવે છે. જો કે, કેટલાંક દર્દીનું સર્જરી બાદ પણ વજન વધે છે, જેનું મુખ્ય કારણ દર્દી સર્જરી બાદ લાઇફ સ્ટાઇલ ચેન્જ કરતાં નથી, તેમજ હોમોનલ કારણોથી પણ વજન વધતું હોય છે. જેથી આગામી 6 મહિનામાં અમે અમદાવાદમાં લાઇફ સ્ટાઇલ ક્લિનીક શરૂ કરવાની વિચારણા છે. જેમાં દર્દીને ડાયેટ પ્લાન, મેદસ્વિતા ઘટાડવાની નોન-સર્જિકલ મેથડ, પ્લાસ્ટિકો-કોસ્મેટિક પ્રોસીજર અંગે દર્દીને સંપૂર્ણ માર્ગદર્શન અપાશે.

ડો.મોહિત ભંડારીએ જણાવ્યું હતું કે, 6 માસની અંદર લાઇફ સ્ટાઇલ ક્લિનિક ચાલુ કરાશે. ગુજરાતમાં ડાયાબીટીસ-2 ન દર્દીઓ વધારે છે. તેની સાથે મેદસ્વીતાનું પ્રમાણ પણ વધુ છે. જેથી વર્તમાન સમયમાં લોકો મેદસ્વિતા ઘટાડવાની સર્જરી કરાવે છે.પહેલા પેટ પર કાપો મુકી સર્જરી કરાતી હતી હવે તેના સ્થાને લેપ્રોસ્કોપીક રીત આવી છે. તેનાથી પણ વિશેષ રોબોટિક સર્જરી આવી છે. દર્દીનું વજન 200 કિલોગ્રામ જેટલું હોય, તો સર્જરીમાં વધુ પ્રેશર કરવું પડે છે. રોબોટિક સર્જરી દર્દી માટે આર્શીવાદ રૂપ સાબિત થઇ છે. જોકે તેમાં સામાન્ય વધુ ખર્ચ આવે છે.

ડો મોહિત ભંડારી

અન્ય સમાચારો પણ છે...