તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઇકોર્ટમાં રિટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પતંગનીદોરીને કારણે માનવીય જીવનને જોખમ છે તો અનેક પક્ષીઓના પણ મોત થાય છે ત્યારે પતંગ ચઢાવવા દેવાની પરવાનગી નિયંત્રીત કરવા અથવા પ્રતિબંધીત કરવા માગ કરતી જાહેરહીતની રિટ હાઇકોર્ટ સમક્ષ થઇ છે. એક મહિના પહેલાથી પતંગ ઉડાડવાનું શરૂ થતાં અનેક અકસ્માત ઉપરાંત માનવીના મૃત્યુના પણ બનાવો બને છે ત્યારે તેને નિયંત્રીત કરવા માગ કરાઇ છે. કેસની સુનાવણી આગામી દિવસો પર યોજાશે.

એડવોકેટ સિદ્ધરાજસિંહ ચુડાસમાએ એડવોકેટ ભુનેશ રૂપેરા મારફત કરેલી પિટિશનમાં રજૂઆત કરાઇ છેકે, ગુજરાતમાં પતંગ ઉડાડવાના પ્રવૃત્તી સામે સંપુર્ણ પ્રતિબંધ મુકવામાં આવે અથવા તો તેને ચોક્કસ દિવસ અથવા સ્થળ પરતું નિયંત્રીત કરવામાં આવે. જેના દ્વારા માનવીય જીવનનું રક્ષણ કરવું જોઇએ. બિન સલામત રીતે ઉડતા પતંગ અને તેની દોર પર કાચના આવરણને કારણે માનવ જીંદગી ઉપરાંત પક્ષી અને પશુની જીંદગીને જોખમ ઉભુ કરે છે. જેથી જાહેરહીતમાં પ્રતિબંધનો નિર્ણય લેવો અનિવાર્ય છે.

ભારતમાં 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ સાથે પતંગ ઉડાડવામાં આવે છે. ઇતિહાસ પ્રમાણે પતંગ ઉડાડવાનો પ્રથમ શોખ રાજાઓએ શરૂ કર્યો હતો જે બાદ નવાબ પોતાના મોજશોખ માટે પતંગ ઉડાડતા હતા. ગુજરાતમાં ઉત્તરાયણને જાહેર રજા હોય છે અને લોકો ઉત્તરાયણને ખુબજ ઉત્સાહથી ઉજવે છે. ઉત્તરાયણના પુર્વે પતંગ ચગાવવાની શરૂઆત થઇ જાય છે. કેટલાક પતંગ પ્લાસ્ટીકના હોય છે જેને કારણે ગટર ચોકઅપ થાય છે. માજો (દોરી) પર કાચ લગાવેલો હોય છે જેને કારણે તે પતંગ સાથે ઉડતો હોય ત્યારે રેઝર જેવું કામ કરે છે. કપાઇને માજો નીચે પડે ત્યારે તે મોટી ઇજા પહોંચાડી શકે છે. પતંગ ઉડાડવાની પ્રવૃત્તી માનવી, પક્ષીઓ માટે પણ જોખમી છે.

શિયાળામાં ગુજરાતમાં આવતા વિદેશી પક્ષીઓ ડક, ફ્લેમીંગો ઇજા પામી મોતને ભેટે છે. 14મી જાન્યુઆરી 2016ના રોજ 108ના આંકડા પ્રમાણે ગુજરાતમાં 693 અકસ્માત બન્યા હતા. 15મી જાન્યુઆરી 2016ના રોજ 444 અકસ્માતના બનાવ નોંધાયા હતા.

‘બે દિવસ પતંગ ચગાવવા મંજૂરી આપો’

ગયા વર્ષે સુરતમાં 3 વર્ષના બાળકને ઇજા

ગત17મી જાન્યુઆરી 2016ના રોજ સુરતમાં વિજયભાઇ પોતાના 3 વર્ષના પુત્ર સાથે ટુવ્હીલર પર જઇ રહ્યા હતા. ત્યારે દોરી પડતા તેમના 3 વર્ષના પુત્રને ગંભીર ઇજા થઇ હતી. અમદાવાદના સીટીએમ વિસ્તારમાં પણ એક યુવકને દોરીથી ઇજા થતાં તેને 9 ટાંકા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...