તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 110 પોઇન્ટની વધઘટના અંતે સેન્સેક્સ +34

110 પોઇન્ટની વધઘટના અંતે સેન્સેક્સ +34

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુસ્તવોલ્યૂમ અને વધઘટ વચ્ચે બીએસઇ સેન્સેક્સ આજે 33.83 પોઇન્ટ સુધરી 26350.17 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 12.60 પોઇન્ટના સુધારા સાથે 8126.90 પોઇન્ટની સપાટીએ જળવાઇ રહ્યો હતો. બીએસઇ સેન્સેક્સમાં દિવસ દરમિયાન 110 પોઇન્ટની સાધારણ વધઘટ રહેવા સાથે વિવિધ સેક્ટોરલ પૈકી મેટલ્સ, એફએમસીજી, ઓઇલ, પાવર, રિયાલ્ટી અને મિડકેપ તથા સ્મોલકેપ સેગ્મેન્ટમાં રોકાણકારોની વેલ્યૂબાઇંગ સ્થિતિ રહી હતી. જોકે, બેન્ક અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેગ્મેન્ટમાં સાધારણ ઘટાડાની ચાલ રહી હતી.

આરબીઆઇએ શનિવારે બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિટી વધવાના પગલે 15 દિવસ માટે 100 ટકા સીઆરઆર ઇન્ક્રીમેન્ટલ સિસ્ટમ ડેવલોપ કરી છે. તે ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા સંભાળે પછી એફઆઇઆઇનું વલણ કેવું રહે છે. તેમજ તા. 3જી ડિસેમ્બરે આરબીઆઇ વ્યાજદરમાં શું પગલાં લેશે તેની ઉપર બજારની શોર્ટટર્મ ટ્રેન્ડ માટેની મીટ મંડાયેલી છે. બજાર હમણાં થોભો અને રાહ જુઓની પોઝિશનમાં હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. ફેડ રિઝર્વ પણ વ્યાજદર વધારા અંગે કેવો નિર્ણય લેશે તેની સમગ્ર વિશ્વના બજારોની નજર રહેલી છે.

દરમિયાનમાં વિદેશી નાણાકીય સંસ્થાઓની આજે પણ રૂ. 1436.40 કરોડની નેટ ખરીદી રહી હતી. તેના કારણે સેન્ટિમેન્ટ સાવધાનીનું રહ્યું છે. સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 1233.79 કરોડની નેટ ખરીદીનો ટેકો રહ્યો હતો.

સેન્સેકસપેકની સ્થિતિ: સેન્સેક્સપેકની 30 પૈકી 16 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. તે પૈકી ભારતી એરટેલ 5.53 ટકા ઉછળ્યો હતો. અદાણી પોર્ટ 2.60 ટકા, આટીસી 2.08 ટકા, ઓએનજીસી 2.07 ટકા અને હિરોમોટો 2.05 ટકા સુધર્યા હતા. જ્યારે 14 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. તે પૈકી સ્ટેટ બેન્ક સૌથી વધુ 2.82 ટકા ઘટી રૂ. 253.60ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્ક 1.73 ટકા, ટીસીએસ 1.02 ટકા, લાર્સન એક ટકો ઘટીને રહ્યા હતા.

માર્કેટબ્રેડ્થપોઝિટિવ: બીએસઇખાતે કુલ ટ્રેડેડ 2765 પૈકી 1666 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. જ્યારે 923 સ્ક્રીપ્સ ઘટીને રહી હતી. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી હતી. આગળ જતા વિદેશી સંસ્થાઓની ખરીદી કેવી રહે છે તેના પર આધાર છે.

યુરોપ વર્સસ એશિયાની સ્થિતિ : મેટલ્સની તેજીથી મેટલ્સ શેર્સમાં મજબૂતી

બેન્ક શેર્સમાં બૂમરેંગ

બેન્ક બંધ ઘટાડો

બીઓબી162.95-2.92

એસબીઆઇ253.60-2.82

ઇન્ડસઇન્ડ1047.50-2.39

પીએનબી137.15-2.25

ICICI255.35-1.73

અદાણી પાવર 11% ઊછળ્યો

કંપની બંધ સુધારો

એમઆરપીએલ101.2014.93

અદાણીપાવર 27.1510.82

જિંદાલસ્ટીલ 70.906.54

બીઇએલ1386.706.34

ઇન્ડ.હોટલ 101.254.49

{ ઓઇલ ઇન્ડિયા |સપ્ટેમ્બરના અંતે પુરા થયેલા ત્રિમાસિક ગાળા માટે કંપનીનો ચોખ્ખો નફો 17.77 ટકા ઘટી રૂ. 580.27 કરોડ અને કુલ આવકો 8.10 ટકા ઘટી રૂ. 2720.92 કરોડ થઇ હોવાના અહેવાલો પાછળ શેરનો ભાવ 2.08 ટકા ઘટી રૂ. 427.80ની સપાટીએ બંધ રહ્યો હતો.

યુરોપિયન શેરબજારોમાં આજે સાર્વત્રિક ઘટાડાની ચાલ રહી હતી. એફટીએસઇ, સીએસી અને ડેક્સમાં નોમિનલ ઘટાડો નોંધાયો હતો. સામે એશિયાઇ શેરબજારોમાં જાપાનને બાદ કરતાં સાધારણ સુધારાની ચાલ રહી હતી. નિક્કેઇ 24 પોઇન્ટ ઘટ્યો હતો. સામે હેંગસેંગ 107 પોઇન્ટ, તાઇવાન 63 પોઇન્ટ અને સાંઘાઇ 15 પોઇન્ટનો સાધારણ સુધારો નોંધાયો હતો.

મેટલ્સશેર્સમાં તેજીનો સંચાર |વૈશ્વિક કોમોડિટી માર્કેટ્સમાં કોપરની કિંમતમાં ઉછાળાના પગલે ઘરઆંગણે પણ મેટલ્સ અને માઇનિંગ શેર્સમાં સળવળાટ જોવા મળ્યો હતો. જિંદાલ સ્ટીલ 6.54 ટકા ઊછળી રૂ. 70.90, હિન્દુસ્તાન ઝીંક 3.90 ટકા વધી રૂ. 283.60, જેએસડબલ્યૂ સ્ટીલ 2.93 ટકા વધી રૂ. 1723.35ની સપાટીએ બંધ રહ્યા હતા.

મેટલ્સ, ઓઇલ, પાવર, રિયાલ્ટી, મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સમાં સ્ટોક સ્પેસિફક વેલ્યૂ બાઇંગનો ટ્રેન્ડ

અન્ય સમાચારો પણ છે...