તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઘઉંની આયાત 24 લાખ ટન થશે : સિંગતેલમાં તેજી

ઘઉંની આયાત 24 લાખ ટન થશે : સિંગતેલમાં તેજી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોમોડિટી રિપોર્ટર | અમદાવાદ

દેશમાંનબળી ગુણવત્તાના કારણે ફ્લોર મિલો આયાત તરફ વળ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ફ્રાન્સ, યુક્રેન તથા ઓસ્ટ્રેલિયાથી 17.2 લાખ ટન ઘઉંની આયાત થઇ ચૂકી છે. હજુ વધારાના 6-7 લાખ ટન ઘઉંના શિપમેન્ટ આવવાના બાકી છે. આમ જોતા સરેરાશ 24-25 લાખ ટનની આયાત થવાના અંદાજો છે તેમ રોલર ફ્લોરમિલ એસોસિઅેશનના ભૂતપૂર્વ પ્રમુખ એમ કે દત્તા રાજે જણાવ્યું હતું. વૈશ્વિક બજારોમાં નીચા ભાવ અને પ્રોટીનની માત્રા વધુ હોવાના કારણે ફ્લોર મીલો આયાત તરફ ડાઇવર્ડ થયા છે. થયેલી આયાતમાંથી યુક્રેનમાંતી 10.7 લાખ ટન, ઓસ્ટ્રેલિયાથી 5 લાખ ટન અને ફ્રાન્સથી 1.5 લાખ ટન ઘઉંની આયાત થઇ ચૂકી છે. દાયકામાં પહેલી વખત ઓસ્ટ્રેલિયાથી મોટી માત્રામાં ઘઉંની આયાત નોંધાઇ છે.

આયાતી રેડ ઘઉં બેંગ્લુરૂ પહોંચતાના પ્રતિ ક્વિન્ટલ રૂા.1880માં પડતર થાય છે તેની સામે સ્થાનિક માલોના રૂા.2060 છે આમ નીચી કિંમતો અને પ્રોટીનની વધુ માત્રાના કારણે આયાત વધી રહી છે. જોકે, આગામી દિવસોમાં ડોલરની સામે રૂપિયો મજબૂત બનતા ઘઉંની આયાત પડતર ઉંચી આવશે જેના કારણે વેપાર અટકી શકે તેમ છે. સ્થાનિકમાં માગ સામે પુરવઠો ઓછો હોવાથી ઘઉંના ભાવ ઉંચકાઇ રહ્યાં છે. દિલ્હીમાં ઘઉંના ભાવ પ્રતિ કિલો રૂા.24 થયા છે જે અગાઉના વર્ષે રૂા.19 હતા. અગાઉના વર્ષે દુષ્કાળની સ્થિતિના કારણે ઘઉંના ઉતારાને અસર પડતા ઉત્પાદન ઘટીને માત્ર 935 લાખ ટન રહ્યું છે. જો આયાત પડતર ઉંચી આવશે તો નવા વેપારો અટકે તેવી શક્યતા સાથે અત્યારે થયેલા આયાત સોદા પણ ઘોંચમાં પડે તેવી સંભાવના છે.

નોટબંધીના કારણે હાજર બજારમાં મગફળીની અછત અને ઉંચા ભાવના કારણે ખાદ્યતેલોમાં મજબૂત સ્થિતિ જોવા મળી છે. આજે સિંગતેલમાં વધુ રૂા.10-15નો સુધારો જોવા મળ્યો હતો. રાજકોટ લુઝ વધીને રૂા.970-975 બોલાઇ ગયું છે. જ્યારે સાઇડ તેલોમાં પણ મજબૂત સ્થિતિ રહી હતી. ડોલરની મજબૂતીથી નિકાસલક્ષી કોમોડિટીમાં જીરૂમાં ભાવ સપાટી ઉંચકાઇને 19000ની સપાટી વટાવી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...