તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જેવ્યક્તિ યોગ્ય ઓળખના પુરાવા ધરાવતી હોય તેનું પણ બેન્કમાં

જેવ્યક્તિ યોગ્ય ઓળખના પુરાવા ધરાવતી હોય તેનું પણ બેન્કમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેવ્યક્તિ યોગ્ય ઓળખના પુરાવા ધરાવતી હોય તેનું પણ બેન્કમાં સ્મોલ સેવીંગ એકાઉન્ટ ખૂલી શકશે. પુરાવા નહીં ધરાવતી વ્યક્તિઓ માટે સબંધિત બેન્કમાં એકાઉન્ટ ધરાવનાર ખાતેદારે ફક્ત ઓળખાણ આપવી ફરજિયાત છે. બેન્કોએ ખાતેદાર પાસે કોઇ પુરાવાની માંગવાના રહેશે નહીં, તેવું જિલ્લા ડેપ્યુટી કેલકટર બી.કે.પંચાલે જણાવ્યું હતું. અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે સોમવારની બેઠકમાં બેન્ક પ્રતિનિધિઓ અને વેપારીઓને સાથે મળીને કામ કરવા ઉપરાંત કેશલેસ સેવાને વધુ અપનાવા પર ભાર મૂકાયો હતો.

લોકો કેશલેસ સેવા વધુને વધુ અપનાવે તેવા વડાપ્રધાનના આહવાનને પગલે રાજ્ય સરકારે પ્રત્યેક જિલ્લા કલેકટરોને તેના અમલની સૂચના આપી હતી. અમદાવાદ જિલ્લા કલેકટર અવંતિકાસિંઘે જણાવ્યું હતું કે કેશલેસ સેવા વધારવા ગત તા. 26મી નવેમ્બરના રોજ 15 કેમ્પ કરી 1562 અને તા.27મી નવેમ્બરે 78 કેમ્પ કરી 6201 બેન્ક ખાતા ખોલાયા હતાં. કડિયાથી લઇ રંગારા અને જીઆઇડીસીના શ્રમિકો કેશલેસ વ્યવહાર કરતા નથી. જેથી માલિકો અને શ્રમિકો વચ્ચે વધુને વધુ કેશલેસ વ્યવહાર થાય તેવા પ્રયાસ કલેકટર કચેરીએ હાથધર્યા છે.

સોમવારે વિવિધ બેન્કોના પ્રતિનિધીઓ, વેપારીઓ અને નાના ઉદ્યોગકારોની જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક મળી હતી. બેઠકમાં વેપારીઓ અને ઉદ્યોગકારોને સૂચના અપાઇ હતી કે તેમને ત્યાં કામ કરનાર તમામ મજુરોના બેન્ક એકાઉન્ટ ખોલાવી ડિસેમ્બરનો પગાર બેન્ક ખાતામાં જમા કરવામાં આવે. બેન્ક ખાતા ખોલવા માટે બેન્કો પૂરતો સહકાર આપે.

મજુરવર્ગને કેશલેસના ફાયદા સમજાવાશે : બેન્કખાતુ ખોલવનાર મજુર વર્ગને કેશલેસના ફાયદા સમજાવાશે.એટીએમનો ઉપયોગ કેવી રીતે કરવો અને બેન્ક મારફતી નાણાં ચૂકવવાથી કેટલો ફાયદો થશે, મકાન સહિતની સુવિધા માટે કેવી રીતે લોન મળી શકે તેની જાણકારી અપાશે.

ઉપરાંત બેન્ક એકાઉન્ટ નહીં ધરાવનાર વર્ગ એકાઉન્ટ ખોલાવે તે માટે બેન્ક એકાઉન્ટ ખોલવા માટે સાતમી ડિસેમ્બર સુધી વધુને વધુ કેમ્પ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...