તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ |કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી એવા સોલાર રૂફટોપ પ્રોજેક્ટ કાર્યક્રમને સફળ

અમદાવાદ |કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી એવા સોલાર રૂફટોપ પ્રોજેક્ટ કાર્યક્રમને સફળ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી એવા સોલાર રૂફટોપ પ્રોજેક્ટ કાર્યક્રમને સફળ બનાવવા મેયર ગૌતમ શાહે અનુરોધ કર્યો છે. ટાગોર હોલ ખાતે એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે, 2022 સુધીમાં 1 લાખ મે.વો. સોલાર એનર્જી ઉત્પન્ન કરવાના ઉદ્દેશથી 40 હજાર મે.વો. સોલાર એનર્જી ઉત્પન્ન કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. નાગરિકોને સરળતાથી વીજળી મળે તે હેતુથી કાર્યક્રમ હાથ ધરાયો છે. અમદાવાદની સ્માર્ટ સિટી તરીકે પસંદગી કરાઈ છે અને સૌર ઊર્જાના કાર્યક્રમને સફળ બનાવવા ઝુંબેશ હાથ ધરવા અને પર્યાવરણને લાભદાયી રિન્યૂએબલ સ્ત્રોતનો ઉપયોગ વધારવા પર તેમણે ભાર મૂક્યો છે. એન.એસ.ઈ.એફ.આઈ.ના ચેરમેન પ્રણવ મહેતાએ કહ્યું કે, સોલાર રૂફટોપ અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવી જોઈએ.

સલાહ| સોલાર રૂફટોપ કાર્યક્રમ સફળ બનાવવા મેયરનો અનુરોધ

અન્ય સમાચારો પણ છે...