તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અસ્મિતાયાત્રામાં જઈ રહેલા દલિતો પર હુમલો : 10 ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસ્મિતાયાત્રામાં જઈ રહેલા દલિતો પર હુમલો : 10 ઘાયલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનામાંદલિતો પર થયેલા અત્યાચારનો વિરોધ કરવા તેમજ રાજ્યમાં દલિતોની સ્થિતિને લઈને અમદાવાદથી ઉના પહોંચેલી દલિત અસ્મિતાયાત્રામાં ભાગ લેવા જઈ રહેલા દલિતો પર રસ્તામાં હુમલા થઈ રહ્યા છે.

યાત્રાના સંયોજક જિજ્ઞેશ મેવાણીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે 10 થી વધારે લોકો હુમલાને કારણે ઘાયલ થયા છે તેમને ઉનાની સરકારી હોસ્પિટલમાં ઈલાજ માટે દાખલ કર્યા છે. દલિતોનો અવાજ દબાવવાનું સુનિયોજિત કાવતરું છે. પરંતુ દલિતો શાંતિપૂર્વક પોતાનો અવાજ બુલંદ કરશે અને કોઈની ધમકીથી નહીં ડરે.

મેવાણીએ વધુમાં જણાવ્યું કે ગત બે દિવસથી ઉનાની આસપાસના ગામડાઓમાંથી દલિતો પર હુમલા થઈ રહ્યા છે. 14મી ઓગસ્ટના રોજ થાન તેમજ અન્ય સ્થળોથી ઉના પહોંચી રહેલા લોકો પર ગીર સોમનાથના નેસડા, સામતેર અને બોડીદર ગામ પાસે હુમલાઓ કરવામાં આવ્યા છે.

10 થી વધારે લોકોને ઉનાની સરકારી હોસ્પિટલમાં ઈલાજ માટે દાખલ કરવામાં આવ્યા છે. નાંદરખ ગામ પાસે થાનથી યાત્રામાં ભાગ લેવા આવી રહેલા મનીષ રાઠોડ, દિલીપ રાઠોડ, હેંમત રાઠોડ, મહેશ પરમાર અને કનવભાઈ રાઠોડ પર હુમલો થતા તેમને દાખલ કર્યા હોવાના સમાચાર મળ્યા છે. સામતેર ગામના દલિત પરિવારોના ઘરોને લોકોના ટોળાએ ઘેરી લીધા હોવાના સમાચાર પણ મળ્યા છે.

દલિત અસ્મિતયાત્રા સમિતિ તંત્રને અપીલ કરે છે કે દલિતોનું રક્ષણ થાય અને લોકતાંત્રિક રીતે પોતાનો અવાજ ઉઠાવવાથી તેમને રોકવામાં આવે તે માટે પૂરતી વ્યવસ્થા અને સુરક્ષા સરંજામ કરવામાં આવે. બાબરાથી ચલાલા વચ્ચે તેમજ અમરેલીથી ખાંભાની વચ્ચે પણ યાત્રામાં ભાગ લેવા આવી રહેલા લોકો પર હુમલાઓ થયાના સમાચાર મળ્યા છે.

દલિતોનો અવાજ દબાવવાનું કાવતરું: જિજ્ઞેશ મેવાણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો