તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ઘરફોડ ગેંગના બે સાગરિત ઝબ્બે, 5 વોન્ટેડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરફોડ ગેંગના બે સાગરિત ઝબ્બે, 5 વોન્ટેડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદજિલ્લામાં ઘરફોડ ચોરીઓના બનાવો વધવા લાગ્યા છે. ચાંગોદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા શાંતિપુરા પાસે આવેલા એપલવુડમાં રહેતા લલીતભાઇ રામચંદ્રભાઇ અગ્રવાલના ઘરે ચાર મહિના પહેલા ચોરોએ ઘરની જાળીનું તાળુ તોડીને અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલા કબાટના તાળા તોડી સોનાચાંદીના દાગીના, ચાંદીના સિકકા, વાસણો અને ચાલી હજાર રોકડા મળી રૂ.1,87,000 ની ચોરી કરીને નાસી છુટયા હતા. મકાન માલીકે અંગેની ફરીયાદ ચાંગોદર પોલીસમાં નોંધાવી હતી.

આમ જિલ્લામાં ઘરફોડ ચોરીઓના બનાવો વધતા જિલ્લા ગ્રામ્ય પોલીસવડાએ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમને ઘરફોડ ચોરી કરતી ગેંગને પકડવા સુચના આપતા એલસીબીના પીઆઇ એસ.એન. ચૌધરી, પીએસઆઇ એસ.એન. રામાણી, કો. મહેન્દ્રસિંહ, અજયસિંહ, યોગરાજસિંહ વગેરેની ટીમે ગુનાની તપાસ કરતા દાહોદની ગેંગની સંડોવણી હોવાનું ધ્યાને આવતા ગેંગની માહીતી મેળવી અને એપલવુડમાં કડીયાકામની મજુરી કરતા દાહોદના મજુરોની માહીતી ભેગી કરી ગુનો શોધવા ચક્રો ગતિમાન કરતા તેઓને ચોકકસ બાતમી મળી હતી કે ઘરફોડ ચોરી કરતી ગેંગના સાગરીતો સનાથલ સર્કલ આગળથી પસાર થવાના છે.

જે બાતમીના આધારે એલસીબીની ટીમ સનાથલ સર્કલ પાસે વોચમાં ગોઠવાઇ ગઇ હતી. બાતમીના મુજબના બે શખ્સો નીકળતા તેઓને પકડી પાડીને તેમની તલાસી લેતા સોના કડા નંગ-2, કિં.રૂ.1,08,000, રૂ.5000 રોકડા અને રૂ.3500 ના બે મોબાઇલ મળી કુલ રૂ.1,16,500 નો મુદામાલ કબજે કરી, વધુ પુછપરછમાં તેઓએ માસમાં જિલ્લાના સેલા, સાણંદ, એપલવુડમાં સાત ઘરફોડ ચોરી કર્યાની કબુલાત કરતા તેમને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. સાત ચોરીમાંથી 2 ચોરીઓના ગુના નોંધાયેલાનું જાણવા મળ્યું છે. જેમાં એક ચાંગોદર પોલીસમાં અને એક સાણંદ પોલીસમાં નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે, આરોપીઓ કડીયાકામની મજુરના બહાને બાંધકામની સાઇડ ઉપર છાપરું બાંધી રહેતા અને દિવસે મજુરી દરમિયાન રેકી કરતા અને છેવાડાના એકાંતમાં આવેલા બંધ મકાનમાં રાત્રે ચોરી કરતા હતા. ગેંગ રાત્રે ટાર્ગેટ મકાનને ગુનાને અંજામ આપતા પહેલા ગેંગના માણસો પેન્ટનો પાંચોવાળી ચડ્ડી જેવો વેશ ધાર કરતા અને સામનો કરવા પથરા (મેટલ) અને બાવળના કાંટાવાળા ધોકા સાથે રાખતા હતા.

ગેંગના તમામ સભ્યો સાથે પકડાય નહી અને ભાગવામાં સરળતા રહે તે હેતુથી ગુનો કરીને બે અથવા ત્રણના અલગ-અલગ ગ્રુપમાં વહેંચાઇ જતા. ભાગવા માટે મોટાભાગે રેલવે ટ્રેકનો ઉપયોગ કરતા હતા. પકડાયેલા આરોપીઓમાંથી મુકેશના પિતા અગાઉ ઘરફોડ ચોરીના ઘણા ગુનામાં પકડાયેલા છે.

રાકેશ મગનભાઇ પરમાર (23) (દસલા, તા.જિ. દાહોદ, હાલ રહે. એપલવુડ, શાંતિપુરા સર્કલ, અમદાવાદ), મુકેશ ભારૂભાઇ મીનામા (19) (આંબલી ગામ તા.જિ. દાહોદ, હાલ રહે. એપલવુડ, શાંતિપુરા સર્કલ, અમદાવાદ)

બે તસ્કર સાણસામાં

જેલ હવાલે | જિલ્લા ગ્રામ્ય LCBએ બંને આરોપીને પકડી તેમની પાસેથી રૂ.1,16,500 ના મુદામાલ કબજે કર્યા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો