તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગુુરુ આપણને આત્મિય જર્ની કરાવે છે : મલ્લિકા સારાભાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુુરુ આપણને આત્મિય જર્ની કરાવે છે : મલ્લિકા સારાભાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુરુ ફ્રેન્ડ, ગાઈડ અને ફિલોસોફર છે

ગુરુમાત્ર આધ્યાત્મિક અનુભૂતિ કરાવે એટલંુ નહીં આપણે કોઈ પણ ફિલ્ડમાં હોઈએ અને ફિલ્ડમાં આપણે જેને અનુસરી શકીએ તે ગુરુ હોય છે. મને મારા મેડિકલ ફિલ્ડમાં અનેક એવી હસ્તીઓ મળી છે જેને હું મારા ગુરુ કહી શકું. તે આપણી પેરેન્ટસની સમકક્ષ હોય છે. આપણી લાઈફમાં એક સાચા ગુરુ આપણા ફ્રેન્ડ, ગાઈડ અને ફિલોસોફરનો રોલ અદા કરે છે.

}ડો.તેજસપટેલ, કાર્ડિયોલોજિસ્ટ

આચાર વિચાર સરખા હોય તે ગુરુ

ગુરુએટલે આપણો રોલ મોડેલ. હવે રોલ મોડલ એવો હોવો જોઈએ જેના આચાર, વિચાર બંને સરખા હોય. મોટા ભાગે દરેક ગુરૂમાં સબ્જેક્ટનું નોલેજ તો હોય છે પણ તેની સાથે સાથે ચારિત્ર્યની શુધ્ધતા પણ એટલી જરૂરી છે. મને મારી સ્કૂલ લાઈફથી એવા ગુરુની હેલ્પ મળી છે જેમણે મને જીવનની દરેક કેડીએ મને જીવતાં શીખવ્યું છે.

}સંજયવકિલ, પ્રિન્સિપાલ, એચ.એ. કોલેજ ઓફ કોમર્સ

વગર સાદે જેની હેલ્પ મળે તે ગુરુછે

આપણેનસીબદાર હોઈએ ત્યારે આપણને ગુરુ મળે છે. ગુરૂ આપણને આત્મિય જર્ની કરાવે છે. મારા માટે આનંદની વાત છે કે અમ્માએ મારી લાઈફમાં એક ગુરુ તરીકેની ભૂમિકા અદા કરી છે. જ્યારે પણ મને તેમની જરૂર પડી છે ત્યારે વગર સાદે તેમની પાસેથી માર્ગદર્શન મળતું રહ્યું છે. દિવસ છે જેને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ અને બધા અનુભવોને યાદ કરવા માટે તેનું સેલિબ્રેશન થાય છે.

}મલ્લિકાસારાભાઈ,નૃત્યાંગના

ગુરુએ મારી લાઈફ ચેન્જ કરી

હું10 વર્ષ પહેલા લખનૌ છોડીને અમદાવાદમાં કદંમ્બમાં કૌમુદિની લાખિયા પાસે આવી હતી. આજે માત્ર કથકમાં નહીં મારી આખી લાઈફ મારા ગુરુને કારણે બદલાઈ ગઈ છે. તેમની ક્વોલિટી ટ્રેનિંગમાં તેમની સ્ટ્રાેંગ સાઈડ તો હરવા-ફરવામાં એક દોસ્ત મળ્યો હોય તેવું લાગે છે. તેમની સાથે સહેજ પણ ભારેપણું ફિલ થતું નથી. આજે જાણે અમદાવાદ મારું ઘર છે.

}સંજુક્તાસિંહા, નૃત્યાંગના

ગુરુ એટલે જે અંધકારમાંથી પ્રકાશ તરફ પ્રયાણ કરાવે છે તે. તે આપણો રોલ મોડેલ પણ હોય છે. આજે ગુરુપૂર્ણિમા છે ત્યારે જાણીએ કેટલાક એવા શહેરીજનો જેઓ પોતાના ફિલ્ડમાં એક મૂકામ પર પહોંચ્યા છે. તેમની સફળતામાં ક્યાંકને ક્યાંક ગુરુનું સ્થાન છે. અને સ્થાન આદરપાત્ર પણ છે. જાણીએ તેમના શબ્દોમાં તેમની સાથે થયેલી વાતચીત અનુસાર...

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો