તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પાગલને બચાવવા જતાં કાર હોર્ડિંગ્સ સાથે ટકરાતા બે મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાગલને બચાવવા જતાં કાર હોર્ડિંગ્સ સાથે ટકરાતા બે મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રાંતિજતાલુકાના કતપુર ટોલટેક્ષ પાસેથી રવિવારે સવારે શામળાજીથી અમદાવાદ જઇ રહેલ કારના ચાલકે એક પાગલને બચાવવા જતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર અને પાગલ બંને હોડીંગ્સ સાથે ટકરાયા હતા. જેથી બે જણાના મોત નિપજયા હતા. જયારે કારમાં બેઠેલા અન્ય ચાર જણાને ઇજા થતાં સારવાર માટે પ્રાંતિજ સિવિલમાં લવાયા હતા. અકસ્માતની જાણ થતાં પ્રાંતિજ પોલીસે ઘટના સ્થળે જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતને કારણે પાગલ યુવાનનું ઘટના સ્થળે ગંભીર ઇજાને કારણે મોત નિપજયુ હતું. તેમજ કારમાં જઇ રહેલ તારક માખીજા (ઉ.વ.21, રહે.ઉસ્માનપુરા, અમદાવાદ) ને સારવાર મળે તે પહેલા મોત નિપજયુ હતું. મૃતક તારકના પિતા નરેન્દ્રભાઇ માખીજા દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો