તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વરસાદમાં ચા પ્રેમીઓ માટેનું પરફેક્ટ પ્લેસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરસાદમાં ચા પ્રેમીઓ માટેનું પરફેક્ટ પ્લેસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ફૂડબ્લોગર

અમદાવાદીઓ તેના ચાના પ્રેમ માટે જાણીતા છે. જ્યારે વરસાદ પડે ત્યારે તો સ્વાભાવિક રીતે બહાર ક્યાંય ચા પીવાની ઈચ્છા થઈ આવે. ‘ધ કેત્લરી’ એક એવું સ્થળ છે જેને તમે ચા અને હર્બલ ચાનું હબ કહી શકો. ત્યાં દુનિયાભરની ચાની ફ્લેવર તમને સરળતાથી મળ‌ે છે. જેમકે, ગ્રીન ટી, બ્લેક ટી, દાર્જિલિંગની ચા, ઉલૂંગની ચા, આસામની ચા અને નિલગીરીની ચા. તમને તેમાં ફળ અને ફૂલોની ફ્લેવર પણ જોવા મળે. રોયલ ચાનો સ્વાદ તમે કાફેમાં બેસી માણી શકો ઉપરાંત ચાની પત્તી તમે ઘરે પણ બનાવવા માટે લઈ જઈ શકો છો.

‘ધ કેત્લરી’ બોડકદેવ ખાતે આવેવું છે. તેની અંદરનું ઈન્ટિરિયર પણ ક્લાસી છે. કાફે ગ્રાઉન્ડ ફ્લોર અને અપર એમ બે માળનું છે. સિટીંગ એરેન્જમેન્ટમાં પણ પ્રાઈવસી જળવાય તેવી વ્યવસ્થા છે. એમાંય જ્યારે વરસાદ પડે છે ત્યારે ત્યાં ચાની મજા માણવા જેવી છે.

અહીં ચાનું મેનું પણ મજેદાર છે. જેમાં ચાની યાદી સાથે તેની સમજણ પણ મળશે. અહીં ગરમ પાણીમાં દૂધ ઉમેરી અને ચા બનાવાય છે. વિવિધ ફ્લેવરો ઉપલબ્ધ છે. જે અમદાવાદીઓના મનમોહી લેશે. જો તમે ચામાં કોઈ પ્રયોગ કરવા માંગતા હોવ તો પ્લેસ ઉત્તમ છે. જો તમે કડક ફ્લેવર ટ્રાય કરવા માંગતા હોવ તો આસામ ટી, ઉલૂંગ કે દાર્જિલિંગ ટી ટ્રાય કરી શકો છો.

ઉપરાંત અહીંના મેનુમાં એપીટાઈઝર, મેઈન કોર્સ પણ અવેલેબલ છે. અહીં મોરોક્કોન પેસ્ટો, ચીઝ બ્લોસમ અને એરેબીટા બાસિલ ઉલૂંગ. ડિસિસ સાથે તમે ચાની લિજ્જત માણી શકો છો. આમ, ચા સાથે ફૂડની લિજ્જત માણવા જાણીતા અમદાવાદીઓને અહીં લ્હાવો પણ મળી શકે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો