Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પરીક્ષાની મહેનત સાથે મનોરંજનથી રિલેક્સ પણ થતાં
ચાર્ટર્ડએકાઉન્ટન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા સોમવારે સીએ ફાઈનલ અને સીપીટીના રિઝલ્ટ જાહેર થયા. અમદાવાદ સેન્ટરનું બન્ને ગ્રૂપની પરીક્ષાનું 15.75 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. જ્યારે ઓલ ઇન્ડિયા લેવલનુ બન્ને ગ્રૂપની પરીક્ષાનું 11.36 ટકા પરિણામ જાહેર કરાયું છે. સીએ ફાઈનલમાં ચેપ્ટરમાંથી 1થી 50માં 8 સ્ટુડન્ટ્સએ રેન્ક મેળવ્યો હતો. રિઝલ્ટ જાહેર થયા પછી સ્ટુડન્ટ્સે પોતાની સફળતા અંગે વાત કરી હતી. જાણીએ તેમના સક્સેસ ફંડા.
એકાઉન્ટની સાથે મેં ઓડિટ-લો ઉપર પણ એટલુ ફોકસ કર્યું હતું. હું સ્ટડીની સાથે સાથે મનોરંજન માટે ‘તારક મહેતા...’ સિરિયલ પણ જોતો હતો. મારા ટિચર્સનો પણ ફાળો છે, જેમણે પ્લાનિંગ સાથે મહેનત કરવા માટે પ્રેરિત કર્યો હતો. }પ્રદિપ ઠાકર, આેલ ઈન્ડિયા રેન્ક 34
મહેનતને કલાકોમાં વહેંચવાને બદલે સ્માર્ટવર્ક કરીએ તે મહત્વનું છે. હું 8થી 10 કલાકની મહેનત ઉપરાંત ટીવી સિરિયલ જોઈને ફ્રેશ થતો હતો. મેં ક્યારેય સીએમાં ટેન્શન ફિલ કર્યું નથી. હળવા થઈને તૈયારી કરી જેનું પરિણામ સામે છે. }પૂજન શાહ, આેલ ઈન્ડિયા રેન્ક 49
બોર્ડ એક્ઝામની જેમ 13 કલાકની મહેનત કરતો હતો. જેમાં જે સવાલો ટફ લાગે તેને રિવિઝન વડે ઈઝી કરતો અને પ્રેક્ટિસથી કોન્ફિડન્સ વધતો હતો. જ્યારે આપણે કોઈ સબ્જેક્ટમાં વિક હોઈએ ત્યારે તેને પ્રેક્ટિસથી ઈઝી કરી શકાય છે.
}શૈષવ શેઠ, આેલ ઈન્ડિયા રેન્ક 48
10-12 કલાકની મહેનત પછી હરવા ફરવા માટે પણ સમય ફાળવતો હતો. સીએ સિરિયસ સ્ટડી તરીકે લેવાને બદલે લાઈટલી લેવાની જરૂર છે. સ્ટડીમાં આપણે સબ્જેક્ટ પ્રમાણે પ્લાનિંગ સાથે તૈયારી કરવી પડે છે તે પણ એટલી સાચી વાત છે. }મીત શાહ, આેલ ઈન્ડિયા રેન્ક 46
જો પ્લાનિંગ સાથે તૈયારી કરાય તો સીએ સ્ટડી હાર્ડ નથી. તેને તૈયારી વડે ઈઝી બનાવતાં આવડવું જોઈએ. હું 14 કલાકની મહેનતને અંતે પરિણામ લાવ્યો છું. ખાસ કરીને થિયરીકલ સબ્જેક્ટ પર વધારે ફોકસ કર્યું હતું.
}પંકજ સહેવાલ, આેલ ઈન્ડિયા રેન્ક 24