Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મનપાના મલ્ટિ પરપઝ હેલ્થ વર્કર આમરણ ઉપવાસ કરશે
રાજ્યસરકારે કોન્ટ્રાક્ટ પદ્ધતિ દાખલ કરીને વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓને હાંકી કાઢ્યા છે. જે બાબતે અમદાવાદ મહાપાલિકામાં ફરજ બજાવતા મલ્ટી પરપઝ હેલ્થ વર્કરોએ સોમવારે આરોગ્ય મંત્રીને રજૂઆત કરી હતી. 64 વોર્ડમાં ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવા તથા ફરજ મુક્ત કરાયેલા કર્મીઓેને પરત લેવા માંગી કરી હતી.
એએમસી વિસ્તારમા આવતા 64 વોર્ડમાં અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા મલ્ટી પરપઝ હેલ્થ વર્કર કોઇ પણ કારણ વિના છુટા કરાયા છે. છેલ્લા 12 વર્ષથી એક જગ્યાએ નોકરી કરતા એનયુએચએમના કર્મચારીઓને ફરજ મુક્ત કરાતા કર્મચારીઓ રોષે ભરાયા છે. ગત 29 જૂનથી હલતાલ પાડી સરકાર સામે લડાઇ લડાવામાં આવી રહી છે. છતાં કોઇ પરિણામ આવતા સોમવારે રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલને આવેદન આપ્યું હતું.
ગુજરાત જન અધિકાર મંચના પ્રવિણ રામે કહ્યું કે અમદાવાદ મહાપાલિકામાં 255થી વધુ કર્મચારીઓ વર્ષ 2004થી મલ્ટી પરપઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે. ત્યારે 12 વર્ષનો કુશળ અનુભવ છતા કર્મચારીઓને છુટા કરી દેવાયા છે. એનયુએચએમ દ્વારા એએનએમની જગ્યાઓ મંજુર કરાઇ છે. જેમાં હાલના અનુભવી કર્મચારીઓને દુર કરી નવા અને બિન અનુભવી ઉમેદવારોની ભરતી કરાઇ છે.
આગામી સમયમાં મલ્ટી પરપઝ હેલ્થ વર્કરની ભરતી હાથ ધરાવાની છે. ત્યારે તેમાં કર્મચારીઓને સમાવી લેવામાં આવે તેવી માંગ કરી છે. જો બાબતે કોઇ નિર્ણય નહીં લેવાય તો આમરણાંત ઉપવાસ કરવાની પણ ચીમકી આપી છે.
સોમવારે મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર્સે આરોગ્ય કમિશનરનેે આવેદનપત્ર આપ્યું.
હેલ્થ વર્કરને કારણ વિના છૂટા કરાતા હોબાળો