તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નડિયાદમાં ગેસ ગ‌ળતરને કાબૂમાં લેવા માટે અમદાવાદ આણંદથી ટેન્કરોને દોડાવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદમાં ગેસ ગ‌ળતરને કાબૂમાં લેવા માટે અમદાવાદ- આણંદથી ટેન્કરોને દોડાવાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદનાપ્રગતિનગરમાં સોમવારે ક્લોરીન ગેસની ટેન્કમાંથી વાલ્વ લીકેજ થતાં ગેસ ગળતર થતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. ગેસ ગળતરના કારણે સ્થાનિક રહીશોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી હતી અને ગુંગળામણ થતાં 43 વ્યકિતઓને ગંભીર અસર થતાં નડિયાદ સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જે પૈકી બે મહિલાને ભારે અસર થતાં વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખસેડાઈ હતી. ઘટનાથી 10 હજાર લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતુંં. 900 િકલો ટેન્કનો લીકેજ વાલ્વ અમદાવાદની રેસ્ક્યુ ટીમે બંધ કર્યો હતો. ઘટનાથી નજીકની શાળાના વિદ્યાર્થીઓને છોડી મુકાયા હતા.

ગેસ ગળતરને કાબુમાં લેવા અમદાવાદ, પેટલાદ, બોરસદ, ડાકોર, કપડવંજ, આણંદ, મહેમદાવાદની પાણીની કુલ 14 ટેન્કરો અને આઠ ટીમો દ્વારા સતત ત્રણ કલાક પાણીનો મારો ચલાવીને ગેસ ગળતરને મંદ કરી દેવાયો હતો.

કોઈએ વાલ્વ કાઢવાનો પ્રયાસ કર્યાની શંકા

^પ્રગતિનગરમાંજમીનદોસ્ત થયેલી ટાંકીનો કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ટાંકીની બાજુમાં પાણીને ક્લોરીનેશન કરવા માટેની ગેસ ટેન્ક રાખવામાં આવે છે. જેમાં 900 િકલોની 3 ક્લોરીનેશન ગેસની ટેન્કો હતી. જે પૈકીની છેલ્લી ટેન્કમાં કોઈ વ્યકિતએ ગેસ ટેન્કનો િપત્તળનો વાલ્વ કાઢવાનો પ્રયાસ કર્યો હશે જે નીકળ્યો નહીંω હોય, પરંતુ તેમાંથી ગેસ લીકેજ થવાથી ઘટના બની હતી. > દશરથભાઈગોહીલ, ચીફઓફીસર નડિયાદ પાલિકા.

અડધાિકલોમીટર સુધી ગેસની અસર વર્તાઈ

^પાણીનીટાંકીની બાજુમાં ક્લોરીન ગેસની ઓરડીમાંથી ભયાનક ગેસની વાસ મારતી હતી. વાસ હવામાં ફેલાવાથી અડધો િકલોમીટર સુધી અસર થઈ હતી. તપાસ કરતાં ખબર પડી કે, ક્લોરીન ગેસ લીકેજ થયો છે. અને જેનાથી શ્વાસોશ્વાસ પ્રક્રિયા પર અસર થતી હતી. > વસંતપટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો