તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 28000 ક્રોસ થઇને સેન્સેક્સ 267 પોઇન્ટ પાછો પડ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

28000 ક્રોસ થઇને સેન્સેક્સ 267 પોઇન્ટ પાછો પડ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીએસઇસેન્સેક્સ સપ્તાહના પ્રથમ દિવસે 84.16 પોઇન્ટના સુધારા સાથે ખુલ્યા બાદ ઇન્ટ્રા-ડે 177 પોઇન્ટના સુધારા સાથે 28000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ક્રોસ કરી 28013.50 પોઇન્ટને સ્પર્શી ગયો હતો. પરંતુ બપોરે યુરોપિયન શેરબજારોમાં નરમાઇના ટોને થયેલી શરૂઆતના પગલે સ્થાનિકમાં નબળાં તેજીવાળાની વેચવાલી રહેતા સેન્સેક્સ સુધર્યા મથાળેથી 266.84 પોઇન્ટ તૂટી 27746.66 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જે આગલાં બંધની સરખામણીમાં પણ 89.84 પોઇન્ટનો ઘટાડો દર્શાવે છે. સેન્સેક્સની સાથે ટેલિકોમ, કેપિટલ ગુડ્સ, મેટલ્સ, ઓઇલ-ગેસ, રિયાલ્ટીમાં પણ ઘટાડાની ચાલ રહી હતી. જોકે ઓટો શેર્સમાં સાધારણ સુધારાની ચાલ રહી હતી. નિફ્ટી 32.70 પોઇન્ટના ઘટાડા સાથે 8550 પોઇન્ટની નજીકની રેઝિસટન્સ સપાટી ક્રોસ કરવામાં નિષ્ફળ રહેવા સાથે છેલ્લે 32.70 પોઇન્ટના ઘટાડા સાથે 8508.70 પોઇન્ટ બંધ રહ્યો હતો.

બીએસઇ સેન્સેક્સ પેકની 30 પૈકી 20 સ્ક્રીપ્સમાં ઘટાડાની ચાલ રહી હતી. તે પૈકી ઓએનજીસી સૌથી વધુ 5 ટકા, ભારતી એરટેલ 4 ટકા, હિન્દયુનિલિવર 2 ટકા અને તાતા સ્ટીલ 2 ટકા તૂટ્યા હતા. જોકે, બજાજ ઓટો 2.5 ટકા અને એક્સિસ બેન્ક 1 ટકો સુધર્યા હતા. ઇન્ફોસિસ અને સન ફાર્મામાં પણ ધીમો સુધારો રહ્યો હતો. રિલાયન્સ 0.82 ટકા ઘટી રૂ. 1004.25ની સપાટીએ રહ્યો હતો. બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 2913 પૈકી 1095 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 1644 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નકારાત્મક રહેવા સાથે માર્કેટ ટ્રેન્ડ થોડો સાવચેતીનો રહ્યો છે. વૈશ્વિક શેરબજારો પૈકી એશિયાઇ શેરબજારોમાં ચીનને બાદ કરતાં મોટાભાગના શેરબજારોમાં સુધારો હતો. જાપાનનો નિક્કેઇ 112 પોઇન્ટ, હોંગકોંગનો હેંગસેંગ 144 પોઇન્ટ અને તાઇવાન ઇન્ડેક્સ 58 પોઇન્ટ સુધર્યા હતા.

માર્કેટ માટે મુખ્ય પરીબળ ગણાતી એફઆઇઆઇની આજે રૂ. 599.09 કરોડની નેટ ખરીદી રહી હતી. સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 439.09 કરોડની નેટ વેચવાલી રહી હતી. જોકે, ક્લાયન્ટ્સ અને એનઆરઆઇ ગ્રૂપની પણ આજે નેટ ખરીદી રહી હોવાનંુ જોવા મળ્યું હતું.

ડોલર-રૂપી| ફોરેક્સમાર્કેટમાં ડોલર સામે રૂપિયામાં પણ સુધારાને બ્રેક વાગવા સાથે રૂપિયો ડોલર સામે 13 પૈસાની નરમાઇ સાથે 67.20ની સપાટીએ રહ્યો હતો. અન્ય મેજર કરન્સી પૈકી પાઉન્ડ સામે 72 પૈસા, યુરો સામે 33 પૈસાનો સુધારો નોંધાયો હતો. જ્યારે યેન સામે સાધારણ ઘટાડો રહ્યો હતો.

રિલાયન્સ| પ્રોત્સાહકપરીણામોના પગલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ટ્રા-ડે 2.61 ટકા વધી રૂ. 1039 થઇ ગયો હતો. જોકે છેલ્લે 0.82 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. માર્કેટમાં પ્રોફીટ બુકિંગ હતું.

એફઆઇઆઇ, એનઆરઆઇ અને ક્લાયન્ટ્સ ગ્રૂપની નેટ ખરીદી

ઓટો શેર્સ |ધીમો સુધારો

કંપનીબંધ +/-

બજાજ ઓટો 2755.802.51

ભારતફોર્જ 737.751.37

અશોકલેલેન્ડ 92.951.36

ક્યુમિન્સ822.700.87

એમઆરએફ34491.950.76

મિડકેપ |મિક્સ ટ્રેન્ડ

કંપની બંધ +/-

એમઆરપીએલ72.553.05

M&Mફાઇ. 328.752.11

જિંદાલસ્ટીલ 68.95-4.96

આરકોમ49.40-4.45

અલ્હાબાદબેન્ક 75.80-4.17

ક્યૂ-1: કોર્પોરેટ ઇન્ડિયાની કામગીરીના નિરાશાજનક આંકડાઓ માર્કેટનો મૂડ બગાડી રહ્યા છે

ઓએનજીસી |5 ટકા તૂટ્યો

કંપનીબંધ +/-

ઓએનજીસી 219.00-4.97

ઓઇલ363.70-2.85

ગેઇલ386.55-1.40

પેટ્રોનેટ286.95-1.29

કેસ્ટ્રોલ405.250.87

ટેલિકોમ |તેજીનો તાર તૂટ્યો

કંપની બંધ +/-

આઇડિયા103.90-6.52

આરકોમ49.40-4.45

ભારતી363.45-3.98

એમટીએનએલ21.90-3.74

ઓનમોબાઇલ119.75-3.51

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો