તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સિવિલના વિવિધ વોર્ડમાં પૂરતી તકેદારીના પગલા લેવામાં આવે તે જરૂરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિવિલના વિવિધ વોર્ડમાં પૂરતી તકેદારીના પગલા લેવામાં આવે તે જરૂરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઇસીસીયુમાંદાખલ દર્દીને સૌથી વધુ ઇન્ફેકશન લાગવાનો ખતરો હોય છે. બાબતને ધ્યાનમાં રાખીને અસારવાની સિવિલ હૉસ્પિટલના નવા ટ્રોમા સેન્ટરના ઉદઘાટન સમયે આઇસીયુ અને ઓપરેશન થિયેટર પાસે બૂટ ઉપર ઑટોમેટિક પ્લાસ્ટિક ચઢી જાય તેવાં 3 શૂ કવર લેમિનેટિંગ મશીન મુકાયાં હતાં, પરંતુ ઉદઘાટનમાં મહાનુભાવો આવ્યા બાદ મશીનો હટાવી લેવાયાં છે, જેને કારણે ડૉક્ટરો-નર્સિંગ સ્ટાફ અને દર્દીનાં સગાંને પગરખાં પહેરીને પ્રવેશ કરવો પડે છે.

આઇસીયુમાં પગરખાંની સાથે જતી રજકણોને લીધે દર્દીની સાથે ડૉક્ટરો-નર્સિંગ સ્ટાફને ઇન્ફેકશન લાગવાનો ગંભીર ખતરો ઊભો થયો છે. સિવિલ હૉસ્પિટલમાં 6 મહિના પહેલાં અત્યાધુનિક નવાં ટ્રોમા સેન્ટરનું ઉદઘાટન કરાયું હતું. સમયે દર્દીને ઇન્ફેક્શન લાગે તે માટે 3 શૂ કવર લેમિનેટિંગ મશીન મુકાયાં હતાં, જેથી આઇસીસીયુ અને ઓપરેશન થિયેટરમાં પ્રવેશતાં ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફ મશીનનો ઉપયોગ કરતા હતા, પરંતુ ઉદઘાટનનાં 2-3 દિવસ બાદ હૉસ્પિટલતંત્રે મશીનો હટાવી લીધાં હતાં, જે આજ સુધી મુકાયાં નથી. જેને કારણે આઇસીસીયુ કે ઓપરેશન થિયેટરમાં ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફને પગરખાં પહેરીને પ્રવેશ કરવો પડતો હોવાથી દર્દીને ન્યુમોનિયા, બેક્ટેરિયા, યૂરીનરી ટ્રેક ઇન્ફેકશન પેટનું ઇન્ફેક્શન, વાસ્ક્યુલર લાઇન સેપ્સીસ જેવા ઇન્ફેક્શનનો ખતરો છે. એટલું નહીં, ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ અને પેરા મેડિકલ સ્ટાફને પણ શૂ કવર વગર દર્દીનું ઇન્ફેક્શન લાગવાની શક્યતા નકારી શકાય નહીં. જેથી અંગે ત્વરિત નિર્ણય લેવાય તે જરૂરી છે.

શૂ કવરથી દર્દી સુધી રજકણો પહોંચતા અટકે છે

આઇસીયુમાંદાખલ દર્દીને ઇન્વેસીવ્ઝ ડિવાઇસ અને દર્દીની ગંભીર હાલત હોવાથી ઇન્ફેક્શનનો ખતરો હોય છે. દર્દીને ઇન્ફેક્શન લાગે તે માટે આઇસીયુ અને ઓપરેશન થિયેટરમાં ફરજ બજાવતા ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફ માસ્ક, ગ્લોવ્ઝ અને કેપ પહેરતાં હોય છે. બૂટ કે ચંપલમાં રજકણો તેમજ જીવાણુ હોવાથી આઇસીયુમાં પ્રવેશતા દર્દીના સગાં, ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફને પગરખાં બદલીને અથ‌વા તો પગરખાં ઉપર શૂ કવર અપાય છે તેમજ હૉસ્પિટલોમાં બૂટ કે ચંપલને લેમિનેશન કરાય તેવાં મશીનો ઓપરેશન થિયેટર કે આઇસીયુ બહાર મૂકાય છે.

હાલમશીન સ્ટોરમાં છે, ઝડપથી શરૂ કરાશે

^મતેવાત સાચી છે કે, નવા ટ્રોમા સેન્ટરના ઉદઘાટન સમયે આઇસીયુ અને ઓપરેશન થિયેટર બહાર 3 શૂ કવર લેમિનેશન મશીન મુકાયાં હતાં, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દીને ઇન્ફેક્શનથી બચવાનો હતો, પરંતુ મશીનો મોંઘાં પડતાં હોવાથી અમે હટાવીને સ્ટોર્સમાં મૂક્યાં છે, જે આગામી અઠવાડિયામાં ફરીથી મૂકવામાં આવશે. > ડાૅ.એમ.એમ. પ્રભાકર, સુપરિન્ટેન્ડેન્ટ,સિવિલ હૉસ્પિટલ

સિવિલમાં 3 શૂ કવર મશીન હટાવાયા, દર્દીને ઇન્ફેક્શનનો ખતરો

મહિના પહેલા સિવિલ હોસ્પિટલમાં નવા ટ્રોમા સેન્ટરના ઉદઘાટન સમયે મૂકાયેલા શૂ કવર મશીન બે-ત્રણ દિવસ પછી લઈ લેવાયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો