તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મેડિકલમાં વેરિફિકેશન માટે 20મી સુધી મુદત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેડિકલમાં વેરિફિકેશન માટે 20મી સુધી મુદત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

મેડિકલ-પેરામેડિકલ શાખાની પ્રવેશ કાર્યવાહીમાં પાંચમી જુલાઈથી 16મી જુલાઈ દરમિયાન ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવનાર પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકનારા વિદ્યાર્થીઓને માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની મુદત 20મી જુલાઈ સુધી લંબાવવાનો પ્રવેશ કમિટીએ નિર્ણય કર્યો છે.

મે઼ડિકલ-ડેન્ટલ સહિતની પેરા મેડિકલની 1100 થી વધુ બેઠકો પર પાંચમીથી 16મી જુલાઈ દરમિયાન ઓનલાઈન રજિસ્ટ્રેશન,ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કાર્યવાહી હાથ ધરી હતી. ઉમેદવારો દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવેલ છે, પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનુ બાકી રહેલ છે, તેવા વિદ્યાર્થીઓ માટે કમિટી દ્વારા વિદ્યાર્થીઓના જાહેરહિતને ધ્યાનમાં રાખીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની સમય મર્યાદા 20મી જુલાઈ,સાંજના પાંચ કલાક સુધી લંબાવી છે. જે વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું બાકી હોય તેમણે બી.જે.મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ, અસારવા ખાતે રૂબરૂમાં સંપર્ક કરી વેરિફિકેશન કરાવવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો