તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પહેલાં રૂ.76 લાખમાં હમર વેચી, પછી મુંબઈમાં બીજાને પધરાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલાં રૂ.76 લાખમાં હમર વેચી, પછી મુંબઈમાં બીજાને પધરાવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદનામોટુમલ તનુમલ શરબતવાલાના માલિક રાજકુમાર મોટુમલ કુકરેજાએ રૂ.76 લાખની સેકન્ડ હેન્ડ એચ-2 મોડલની હમર કાર ખરીદી હતી. કાર વેચનારા દિલ્હીના ગઠીયાએ કારની સર્વિસ કરાવવાની હોવાનું જણાવી હમર મુંબઈ લઈ જઈ બીજી વ્યક્તિને વેચી મારી હતી. અંગે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ થઈ છે.

રાજકુમાર મોટુમલ કુકરેજાએ મહિના પહેલા મુંબઈના ઓકીલ રામશરણ મિશ્રા, અજય યાદવ અને દિલ્હીના સંદિપ ચોપડા અને એક અજાણી વ્યક્તિ પાસેથી રૂ.76 લાખમાં હમર કાર ખરીદી હતી. જ્યારે થોડા સમય પહેલા હમર કારની વેપારીએ અમદાવાદમાં ડિલિવરી પણ મેળવી હતી. જોકે કાર અમદાવાદ પહોંચ્યા બાદ આરોપી ઓકીલ મિશ્રાએ કારની એક સર્વિસ બાકી હોવાનું જણાવી વેપારી પાસેથી કાર લઈ મુંબઈ ગયો હતો. સર્વિસના બહાને કાર લઈ ગયા બાદ ઓકિલે વેપારીનો સંપર્ક સાધ્યો હતો.

જ્યારે વેપારીએ તપાસ કરતા ઓકિલે હમર કાર કોઈક અન્ય વ્યક્તિને વેચી મારી હોવાનું ધ્યાને આવતા રાજકુમાર કુકરેજાએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.

વેપારીના જણાવ્યા અનુસાર એકવાર કારની ડીલીવરી થઈ ગઈ હોવાથી તેમણે વિશ્વાસ મૂક્યો હતો. તેમણે કહ્યું, રીતે પણ છેતરપિંડી થશે તેનો કોઈ અંદાજ હતો નહીં.

શરબતના વેપારીને દિલ્હીનો ઠગ આબાદ છેતરી ગયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો