Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જીએસટી પસાર થવાની હોપે હોપ મારતું શેરબજાર
જૂલાઇના પ્રથમ પખવાડિયામાં થયેલ 10 દિવસના ટ્રેડીંગમાં વિદેશી એફપીઆઇઓએ અંદાજે રૂ. 4000 કરોડનું નેટ રોકાણ ઇક્વિટીમાં કર્યું છે અને તેમાં પણ તેમનો રોકાણનો ટ્રેન્ડ જોઇએ તો 10માંથી 8 સેશનમાં તેમણે નેટ બાઇંગ કર્યું છે અને તેમાં પણ બે-ત્રણ દિવસ તો રૂ. 1000 કરોડથી પણ વધુનું નેટ બાઇંગ રહ્યું છે. વર્તમાન કેલેન્ડર વર્ષમાં એફઆઇઆઇની જાન્યુઆરીમાં રૂ. 11126.44 કરોડની અને ફેબ્રુઆરીમાં રૂ. 5521.39 કરોડની નેટ વેચવાલી જોવાઇ હતી પણ ત્યાર પછી વિદેશી રોકાણકારોએ લેવામાં પાછું વાળીને જોયું નથી.માર્ચમાં 21142.92 કરોડ,એપ્રિલમાં 8415.73 કરોડ,મેમાં 2542.89 કરોડ અને જૂનમાં 3712.88 કરોડનું નેટ બાઇંગ કરી તેમણે ભારતીય બજારોને સતત ટેકો આપ્યો છે અને રીતે તેમનો ઇન્વેસ્ટમેન્ટ ટ્રેન્ડ જળવાઇ રહે તો જૂલાઇના અંતે તેમનો નેટ બાઇંગનો આંકડો 10000 કરોડથી વધુનો જોવા મળી પણ શકે છે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું જૂલાઇ પ્રથમાર્ધમાં નોનસ્ટોપ નેટ રોકાણ
જયપ્રકાશ એસો., યુનિટેક, હિન્દ કોપર, પીએનબી, વેદાન્તા, પાવર ફાઇ.માં 15 દિવસમાં 25 ટકાથી વધુ ઉછાળો
11
પખવાડિયામાં ગ્રુપની જાતોનો દેખાવ
જુલાઇ માસના પહેલા 15 દિવસમાં જયપ્રકાશ એસો.,યુનિટેક, હિન્દુસ્તાન કોપર,પંજાબ નેશનલ બેન્ક,વેદાન્તા અને પાવર ફાઇ.માં 25 ટકા, 20 ટકાથી 25 ટકાની રેન્જમાં કેઇર્ન ઇન્ડિયા અને જેપી ઇન્ફ્રાટેક આવે છે.15થી 20 ટકાનો સુધારો દાખવનારાઓમાં જયપ્રકાશ હાઇડ્રો,કેનેરા બેન્ક,આરઇસી,ઓબીસી,નાલ્કો અને બેન્ક ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે તો 10થી 15 ટકાનો ગેઇન નોંધાવનાર ગ્રુપની જાતોમાં સાઉથ ઇન્ડીયન બેન્ક,બર્જર પેઇન્ટ્સ,ભેલ,વિજયા બેન્ક,ચેન્નાઇ પેટ્રો,ઇન્ડીયન બેન્ક,આઇસીઆઇસી બેન્ક,ટાટા સ્ટીલ,આઇડીએફસી,કેડીલા,થર્મેક્ષ,આંધ્રબેન્ક,સીંડીકેટ બેન્ક,સ્ટેટ ટ્રેડીંગ કોર્પો,હિન્દાલ્કો,મેકલોઇડ રસેલ અને સેઇલનો સમાવેશ થાય છે.
બેન્ક ઓફ ઇંગ્લેન્ડે વ્યાજ દરો ધરાર ઘટાડ્યા
બજારો એવી અપેક્ષા રાખતા હતા કે ગુરુવારની બેઠકમાં બેન્ક ઓફ ઇંગ્લેન્ડ બ્રેક્ઝીટની અસરમાંથી અર્થતંત્રને ઉગારવા વ્યાજદરોને અડધા ટકાથી ઘટાડીને પા ટકા કરશે,પણ બીઓઇએ ઘરાર એવું કાંઇ કર્યું નથી અને સ્ટીમ્યુલસનું ગાજર દેખાડ્યું છે તેના બે અર્થ થઇ શકે ,એક-બીઓઇ એવું માને છે કે વ્યાજ ઘટાડા જેવા ગંભીર અને વ્યાપક અસર ધરાવતાં પગલા કરતાં જ્યાં નબળાઇ દેખાતી હોય તેવા પસંદગીના ક્ષેત્રોને સ્ટીમ્યુલસ આપી ટેકો આપવો -આમાં જો સ્ટીલ આઇટી અને ટ્રાન્સપોર્ટ આવશે તો ટાટાની ત્રણેય કંપનીઓ ટીસીએસ,સ્ટીલ અને મોટર્સને ફાયદો થઇ શકે છે.