• Gujarati News
  • National
  • SBI જૂથની 3 સહયોગી સ્ક્રિપ્સમાં તેજીની સર્કિટ

SBI જૂથની 3 સહયોગી સ્ક્રિપ્સમાં તેજીની સર્કિટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટેટબેન્ક ઓફ ઇન્ડિયામાં તેની ત્રણ લિસ્ટેડ સહિત પાંચ સહયોગી બેન્કોને મર્જ કરવા અંગે કેબિનેટની મંજૂરીના અહેવાલોના પગલે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો શેર 3.90 ટકા ઊછળી રૂ. 215.65 બંધ રહ્યો હતો. તેની ત્રણ સહયોગી લિસ્ટેડ બેન્ક્સના શેર્સમાં તેજીની સર્કિટ વાગી હતી. તે પૈકી સ્ટેટ બેન્ક ઓફ માયસોર 20 ટકા ઊછળી રૂ. 547.90, સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુર 19.99 ટકા ઊછળી રૂ. 599.60 અને સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર 19.99 ટકા ઊછળી રૂ. 478.90ની સપાટીએ બંધ રહ્યા હતા.

ભારતીય શેરબજારો માટે આજનો દિવસ તેજીના સમાચારોથી ભરપૂર રહ્યો હતો. કેબિનેટે મહત્વની એવિએશન પોલિસીને મંજૂરી આપવા ઉપરાંત, એસબીઆ જૂથની બેન્કોના મર્જરને પણ મંજૂરી મળી છે. તે ઉપરાંત સંખ્યાબંધ પોલિસી વિષયક નિર્ણયોને બહાલી અપાઇ હોવાથી માર્કેટમાં એવો આશાવાદ રહ્યો છે કે, સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અતિ મહત્વના જીએસટી બિલને પણ મંજૂરી મળી જશે. તેની પાછળ વેલ્યૂ બાઇંગના ટેકે તમામ સેક્ટોરલમાં સુધારો નોંધાયો હતો. પરંતુ બેન્ક શેર્સનું પ્રતિનિધિત્વ કરતો બેન્કેક્સ 1.38 ટકા સુધરવા સાથે કુલ લિસ્ટેડ 41 પૈકી 36 બેન્ક શેર્સ સુધરીને બંધ રહ્યા હતા.બીએસઇ સેન્સેક્સ 330.64 પોઇન્ટના સુધારા સાથે 26726.34 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 8200 પોઇન્ટની સાયકોલોજીકલ સપાટી ક્રોસ કરવા ઉપરાંત સતત ત્રીજા દિવસે પણ 8080 પોઇન્ટની ટેકનિકલી ટેકાની સપાટી જાળવીને 97.75 પોઇન્ટના સુધારા સાથે 8206.60 પોઇન્ટ બંધ રહ્યો હતો. બીએસઇ સેન્સેક્સની 30 પૈકી 25 સ્ક્રીપ્સમાં સુધારાની ચાલ રહી હતી.

સ્મોલકેપ|સુધારાની ચાલ

કંપની બંધ +/-

આશાહીસોંગ203.1020.00%

પંજાબકેમિ. 207.8019.98%

નિતિનસ્પી.72.7013.86%

તાતાસ્પોન્જ 664.7513.86%

શિલ્પી151.4510.79%

પાવર|માંતેજીનો કરંટ

કંપની બંધ +/-

સીઇએસસી577.904.49%

એનટીપીસી153.953.88%

ટોરન્ટપાવર 185.853.74%

JSWએનર્જી81.953.54%

પીટીસી74.502.83%

લાર્સન|ત્રણ ટકા ઊછળ્યો

કંપનીબંધ +/-

લાર્સન 1509.953.38%

એબીબી1235.001.50%

સુઝલોન18.151.40%

વેલકોર્પ76.001.33%

બીઈએલ1260.501.26%

ઓઇલ|શેર્સમાંસળવળાટ

કંપનીબંધ +/-

એચપીસીએલ 919.053.49%

બીપીસીએલ1010.651.97%

ગેઇલ140.301.53%

કેયર્ન140.301.23%

આઇઓસી417.800.95%

એવિએશન |પ્રાદેશિક કનેક્ટિવિટીઅને ઊંચા વૃદ્ધિદર માટેની પોલિસીને સરકારે મંજૂરી આપ્યા બાદ એવિએશન સેક્ટરના શેર્સમાં ઇન્ટ્રા-ડે જોવા મળેલો 5 ટકા સુધીનો સુધારો સિમિત હતો. સ્પાઇસ જેટ ઇન્ટ્રા-ડે 5.22 ટકા વધ્યો હતો તે છેલ્લે 66.40, ઇન્ટરગ્લોબ ઇન્ટ્રા-ડે 4.32 ટકા વધ્યો હતો તે છેલ્લે 1.90 ટકા વધી 1008 અને જેટ એરવેઝ ઇન્ટ્રાડે 2.91 ટકા વધ્યો હતો તે છેલ્લે 0.21 ટકા નોમિનલ સુધરી 561ની સપાટીએ બંધ રહ્યો હતો. એનઆઇઆઇટી ટેક, સિન્ટેક્સ: બન્ને સ્ક્રીપ્સમાં તા. 1 જુલાઇથી એફએનઓ કોન્ટ્રાક્ટ શરૂ કરવાની જાહેરાત કરાઇ છે. જોકે એનઆઇઆઇટી ટેકનોલોજી 2 ટકા ઘટી રૂ. 554.15 જ્યારે સિન્ટેક્સ 5.99 ટકા સુધરી રૂ. 80.45 બંધ રહ્યો હતો.

ભારતીએરટેલ|કંપનીએ સિંગાપોરનીસિંગટેલ સાથે સહયોગ સાધ્યો હોવાના અહેવાલો પાછળ શેર 2.69 ટકા વધી રૂ. 351.90ની સપાટીએ બંધ હતો.

એવિયેશન પોલિસીને મંજૂરી છતાં શેર્સમાં સુધારો રૂંધાયો

એવિયેશન પોલિસી, એસબીઆઇ મર્જરના પગલે જીએસટી પાસ થવાનો આશાવાદ વધ્યો

અન્ય સમાચારો પણ છે...