• Gujarati News
  • National
  • 50 વર્ષમાં મંદિરોના સ્કલ્પચર અને આર્કિટેક્ચર પર લખાયેલા ઢાકીના નવ આર્ટિકલ બુકમાં સમાવાયા

50 વર્ષમાં મંદિરોના સ્કલ્પચર અને આર્કિટેક્ચર પર લખાયેલા ઢાકીના નવ આર્ટિકલ બુકમાં સમાવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતનાજાણીતા આર્કિટેક્ચરલ અને આર્ટ હિસ્ટોયન મનાતા એવા સ્વ. મધુસૂદન ઢાકીએ 1961થી લઈને 2010 સુધી જુદા-જુદા વિષયો પર લખ્યું છે. તેમાં પણ ખાસ કરીને તેમને મંદિરોના સ્કલ્પચર અને આર્કિટેક્ચર પર રીસર્ચ કરીને જે લેખો લખ્યા છે. તેવા 50 વર્ષમાં લખાયલા બેસ્ટ આર્ટિકલને કલેક્ટ કરીને તેઓ બૂકનું સ્વરૂપ આપવા માગતા હતા. જેના કલેક્શનનું કામ પણ તેમને જીવનના અંતિમ દિવસોમાં પુરુ કર્યું હતું. પરંતુ બુક પુરી થયા પહેલા તેમનો સ્વર્ગવાસ થયો અને તેમની બુક અધુરી રહી ગઈ. પરંતુ બુક પુરી કરવાનું કામ તેમની સૌથી વધુ નજીક રહેનાર આર્કિટેક્ટ એવા સ્નેહલ શાહે કર્યું છે. જેમને બુકમાં કમ્પ્લાયડ અને ઈન્ટ્રોડ્યુઝ્ડનું કામ કર્યું છે. બુકનું ‘ફૂટપ્રિન્ટસ ઓફ વિશ્વકર્મા સ્ટડીઝ ઈન ઈન્ડિયન સ્કલ્પચર એન્ડ આર્કિટેક્ચર’ રાખવામાં આવ્યું છે. મધુસૂદન ઢાકીની પૂણ્યતિથી નિમિત્તે બૂકના વિમોચનનો કાર્યક્રમ એલ.ડી. ઈન્ડોલોજી ખાતે યોજવામાં આવ્યો હતો. બુક વિમોચન પ્રસંગે દેવાંગના દેસાઈ, પ્રદિપ મહેંદિરત્તા, અમિત અંબાલાલ અને સ્નેહલ દેસાઈએ હાજરી આપી હતી. દરમિયાન તેમની પૂણ્યતિથીને ધ્યાનમાં રાખી તેમની કેટલીક યાદગાર વાતો પણ શેર કરી હતી.

નવ આર્ટિકલમાં 9મી અને 20મી સદી સુધીનું રિસર્ચ

અન્ય સમાચારો પણ છે...