તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નેપાળી કિશોરીનો FBથી ચાઇલ્ડ લાઇને પિતા સાથે મેળાપ કરાવ્યો

નેપાળી કિશોરીનો FBથી ચાઇલ્ડ લાઇને પિતા સાથે મેળાપ કરાવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભૂલી પડેલી કિશોરી ઉદેપુર રેલવે પોલીસની મદદથી ચિલ્ડ્રન હોમમાં છેલ્લા 5 મહિનાથી રહી રહી હતી. ઉદેપુર પોલીસે તેના વાલીવારસ શોધી શક્યા નહોતા. ઉદેપુર ચાઇલ્ડ લાઇને દેશના તમામ શહેરની ચાઇલ્ડ લાઇનને કિશોરીના ફોટા સાથેની વિગત મોકલતા અમદાવાદ ચાઇલ્ડ લાઇને 3 કલાકમાં ફેસબુક અને ગૂગલની મદદથી કિશોરી નેપાળી હોવાનું જણાવી તેના પિતાને શોધી કાઢ્યા હતા.

ઉદેપુર ચાઇલ્ડ લાઇને 29 જુલાઇના રોજ દેશના તમામ શહેરના ચાઇલ્ડ લાઇનને ઇ-મેલ કરી તેમના ત્યાં છેલ્લા 5 મહિના પહેલા મળેલી 13થી 14 વર્ષની કુસુમનો ફોટો તથા તેની વિગતો જણાવી હતી. ત્યારે અમદાવાદ ચાઇલ્ડ લાઇને કિશોરીએ બતાવેલુ સોનાપુર ગામને ગૂગલમાં નાંખી શોધતા ગામ નેપા‌ળ અને બિહારની બોર્ડર પર હોવાનું જાણવા મળ્યું. અમદાવાદ ચાઇલ્ડ લાઇને નેપાળ બોર્ડર પર ના બિહારના ગામડાની પોલીસને જાણ કરતા તે એ આવું કોઇ ગામ બિહારમાં હોવાથી ઇન્કાર કર્યો હતો. એ બાદ ગૂગલમાં આ ગામ નેપાળમાં સુનસરી જિલ્લાનું હોવાનું જણાતા ચાઇલ્ડ લાઇને ગૂગલ પર ત્યાંનો કોન્ટેક્ટ નંબર શોધવાનો પ્રયાસ કર્યો જો કે મળ્યો ન હોતો. જેથી ફેસબુક પર શોધખોળ કરતા આ તે જિલ્લાના એક શહેરનું પેજ મળ્યું હતું.

જ્યાં અમદાવાદ ચાઇલ્ડ લાઇનના કિરણબેને મેસેજ કરી કુસુમની માહિતી આપી હતી. જેથી 5 મિનિટમાં સામેથી રિપ્લાય આવ્યો હતો કે આવું ગામ અમારાથી થોડા કિલોમીટર પર છે. એ બાદ તે પેજ પર રિપ્લાય કરનાર વ્યક્તિએ સમય માંગી ત્યાં જઇ ગામમાં તપાસ કરતા કિશોરીનાં પિતાએ ફોટો જોઇ તેની દીકરી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...