• Gujarati News
  • National
  • મેદસ્વિતા અને ડાયાબિટીસની સારવારની મફત સલાહ શિબિર 14 મીએ અમદાવાદમાં

મેદસ્વિતા અને ડાયાબિટીસની સારવારની મફત સલાહ શિબિર 14 મીએ અમદાવાદમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | મોહક બેરિયાટ્રિક સર્જરી એન્ડ રિસર્ચ સેન્ટર ઇન્દોર તરફથી અમદાવાદમાં મેદસ્વિતા અને ડાયાબિટીસની સારવાર માટે વિશાળ મફત સલાહ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શિબિરમાં ભારત અને એશિયા ખંડના સૌથી અનુભવી બેરિયાટ્રિક સર્જન ડૉ. મોહિત ભંડારી હાજર રહેશે. ડૉક્ટર ભંડારીના અનુસાર મેદસ્વિતાની વિકટ સમસ્યા સામે ઝઝૂમી રહેલા દર્દીઓને બેરિયાટ્રિક સર્જરી મારફત જ નવું જીવનદાન મળે છે.

આ સર્જરીમાં દર્દીના અામાશયને યોગ્ય આકાર આપીને વજનને ધીમે-ધીમે ક્રમશ: રીતે ઘટાડવામાં આવે છે. અમે 100 થી 390 કિગ્રા વજન સુધીના દર્દીઓની સર્જરી કરી છે. દેશમાં લગભગ 3 ટકા લોકો ગંભીર મેદસ્વિતાની સ્થિતિમાં છે. તેમાંથી 40 ટકા દર્દીઓને ટાઇપ-2 ડાયાબિટીસ હોય છે. તેમાં પણ મોટાભાગની મહિલાઓ બેરિયાટ્રિક સર્જરીનો લાભ લઇ રહી છે. આ સર્જરીથી મેદસ્વિતા દૂર થાય છે અને સાથે જ ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ, બ્લડપ્રેશર, હાઇપરટેન્શન અને લિવર-કિડની સાથે સંબંધિત અન્ય સમસ્યાઓથી પણ બચાવ થઇ જાય છે. આપણી ખાન-પાનની સંસ્કૃતિને કારણે ઘણી વાર આરોગ્યની અવગણના થઇ જાય છે. તેના કારણે લોકોને લાઇફસ્ટાઇલ સંબંધિત બીમારીઓ થઇ રહી છે.

હવે અમદાવાદના લોકોએ હેરાન થવાની જરૂર નથી. ઇન્દોરના મોહક બેરિયાટ્રિક એન્ડ રોબોટિક્સ સેન્ટર દ્વારા અમદાવાદમાં 14 જુલાઈએ આંબાવાડીમાં તુલસી બાગ સોસાયટી સ્થિત એપોલો હોસ્પિટલ સિટી સેન્ટરમાં મફત સલાહ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શિબિરનો આશય ગુજરાતના લોકોને આરોગ્ય પરીક્ષણની સુવિધા આપવાની સાથે જ તેમને મેદસ્વિતા પ્રત્યે જાગૃત કરવાનો અને તેમને સારી સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે. મેદસ્વિતાની સારવાર અંગે સમાજમાં ઘણા પ્રકારની ભ્રમણાઓ ફેલાયેલી છે પણ આધુનિક બેરિયાટ્રિક સર્જરી ખૂબજ કારગત છે અને તેનો ફાયદો ઉઠાવીને હજુ સુધીમાં ઘણા લોકોએ મેદસ્વિતાથી છુટકારો મેળવ્યો છે. પરિણામે તેમને અન્ય પ્રકારની બીમારીઓથી છુટકારો મળ્યો છે.

મોહક હોસ્પિટલમાં વર્ષ 2009 થી અત્યાર સુધીમાં 10000 કરતા વધારે સફળ સર્જરી થઇ છે. મોહક હોસ્પિટલના ડૉ. મોહિત ભંડારી સમગ્ર એશિયા પેસિફિકમાં સૌથી વધુ બેરિયાટ્રિક સર્જરી કરનારા એકમાત્ર સર્જન બની ગયા છે.

આંબાવાડી સ્થિત એપોલો હોસ્પિટલમાં સવારે 10 થી 4 વાગ્યા સુધી શિબિર રહેશે

ઇન્દોરના ડૉક્ટર મોહિત ભંડારી હાજર રહેશે
અન્ય સમાચારો પણ છે...