• Gujarati News
  • National
  • ગોમતીપુરમાં બુટલેગરના ધાબેથી બોમ્બ હથિયાર મળ્યાં

ગોમતીપુરમાં બુટલેગરના ધાબેથી બોમ્બ-હથિયાર મળ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | ગોમતીપુરના રાજપુર ટોલનાકા પાસે એક બુટલેગરના મકાનના ધાબા પરથી 12 પાઇપ બૉમ્બ, 4 સૂતળી બૉમ્બ, એક બાર બોરની પિસ્તોલ, કેરોસીન ભરેલી બોટલ પોલીસને મળી હતી. પોલીસે બુટલેગર, તેના પરિવારની અટકાયત કરી બૉમ્બ અને પિસ્તોલનો ક્યાં ઉપયોગ કરવાના હતા તે અંગે પૂછપરછ હાથ ધરી છે.

પિસ્તોલ, કેરોસીન ભરેલી બોટલ પણ મળી
રથયાત્રા શાંતિથી પૂર્ણ થાય તે માટે રથયાત્રાના રૂટ પર 20 હજારથી પણ વધુ જવાનો તહેનાત કરી દેવાયા છે. જ્યારે શહેરના સંવેદનશીલ વિસ્તાર પર અસામાજિક તત્વો તેમજ બુટકેગરો પર પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે.

ગુરુવારે પોલીસે બાતમીના આધારે રાજપુર ટોલનાકા પાસે આવેલા મોહંમદ રફીક ઉર્ફે ગુડુ નામના બુટલેગરના ત્યાં દરોડા પાડ્યા હતા. પોલીસની ટીમે ગુડુના આખા ઘરની તલાસી લીધા બાદ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.

કેટલાક પોલીસ કર્મચારીઓ ધાબા પર તપાસ કરવા ગયા ત્યારે ધાબેથી પોલીસને પાઇપ બૉમ્બ, સૂતળી બૉમ્બ , એક બાર બોરની પિસ્તોલ, કેરોસીન ભરેલી બોટલ, મળી હતી. પોલીસે ગુડુ તેમજ તેના પરિવારની અટકાયત કરી આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને શેમાં ઉપયોગ કરવાનો હતો તે અંગે પૂછપરછ હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતાં સેક્ટર-2ના જોઇન્ટ કમિશનર અશોક યાદવ પણ પહોંચ્યા હતા.

ઘટનાને રથયાત્રા સાથે કોઈ સંબંધ નથી
રથયાત્રા સાથે પરોક્ષ-પત્યક્ષ આનો કોઇ સંબંધ નથી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બૉમ્બની જેણે બાતમી આપી હતી તેને આ બુટલેગર જોડે અંગત અદાવત છે. તેણે આ લોકોને ફસાવવા કાવતરું રચ્યાની શંકા છે. બન્નેની પૂછપરછ ચાલુ છે. અશોક યાદવ, શહેર જોઇન્ટ કમિશનર

અન્ય સમાચારો પણ છે...