• Gujarati News
  • National
  • 36740ની સર્વોચ્ચ સપાટીથી 198ની પીછેહઠ

36740ની સર્વોચ્ચ સપાટીથી 198ની પીછેહઠ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઇઆઇપી અને રિટેલ ફુગાવાના નિરાશાજનક ડેટાના કારણે નિરાશાજનક મેક્રોઇકોનોમિક સ્થિતિએ માર્કેટની તેજીમાં ફરી એકવાર ખાંચરો પાડ્યો છે. બીએસઇ સેન્સેક્સ ઇન્ટ્રા-ડે એક તબક્કે 192 પોઇન્ટના ઉછાળા સાથે 36740 પોઇન્ટની નવી ઊંચાઇએ આંબી ગયો હતો. પરંતુ પ્રોફીટ બુકિંગ અને નબળા વૈશ્વિક શેરબજારોના પ્રવાહો પાછળ સેન્સેક્સ વધ્યા મથાળેથી 198 પોઇન્ટ નરમાઇ સાથે 36541.63 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. તે આગલાં બંધની સરખામણીએ જોકે, 6.78 પોઇન્ટનો નજીવો ઘટાડો દર્શાવે છે. નિફ્ટી પણ 4.30 પોઇન્ટના સાધારણ ઘટાડા સાથે 11018.90 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

સેન્સેક્સની આગેવાની હેઠળ સ્મોલ-મિડકેપમાં જંગી ધોવાણ સાથે ટેલિકોમ, હેલ્થકેર, કેપિટલ ગુડ્સ, બેન્કેક્સ, પાવર અને રિયાલ્ટી ઇન્ડેક્સમાં પણ ઘટાડાની ચાલ આગળ વધી હતી. જોકે, એફએમસીજી ઇન્ડેક્સ 0.88 ટકા ઘટીને બંધ રહ્યો તે પૂર્વે 11642 પોઇન્ટની ઐતિહાસિક ટોચે આંબી ગયો હતો. સેન્સેક્સે સાપ્તાહિક ધોરણે 884 પોઇન્ટનો સુધારો નોંધાવવા સાથે સતત બીજા સપ્તાહે સુધારાની મોમેન્ટમ જાળવી રાખી છે. જ્યારે નિફ્ટીએ સાપ્તાહિક 248 પોઇન્ટનો સુધારો નોંધાવ્યો છે.

ગુરુવારે જાહેર થયેલા જૂન માસના રિટેલ ફુગાવાના આંકડાઓ પાંચ માસની ટોચે રહ્યા હતા. જ્યારે મે માસનો આઇઆઇપી પણ 3.2 ટકાની નીચી સપાટીએ રહ્યો હતો. તે ઉપરાંત આજે વૈશ્વિક શેરબજારોમાં પણ મિક્સ ટોન રહેતા તેની માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર અસર રહી હતી.

સેન્સેક્સ પેકની સ્થિતિ: સેન્સેક્સ પેકની 31 પૈકી 15 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. તે પૈકી રિલાયન્સ 1.34 ટકાના સુધારા સાથે રૂ. 1096.75ની સપાટીએ બંધ રહ્યો હતો અને તેનું માર્કેટકેપ પણ રૂ. 7 લાખ કરોડની સપાટી ક્રોસ કરી રહ્યું હતું. ઇન્ફોસિસ પરીણામ પૂર્વે 1.12 ટકાના સુધારા સાથે રૂ. 1309.10, બજાજ ઓટો 1.03 ટકા, કોલ ઇન્ડિયા 0.96 ટકા સુધર્યા હતા. જોકે, ઓએનજીસી 2.80 ટકા, એક્સિસ બેન્ક 2.48 ટકા, આઇટીસી 2.29 ટકા, સ્ટેટબેન્ક 1.96 ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક 1.60 ટકા અને હીરો મોટોકોર્પ 1.07 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી: બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 2768 પૈકી 800 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. જ્યારે 1835 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ પણ ઉછાળે પ્રોફીટ બુકિંગનું જ રહ્યું હતું.

ડોલર સામે રૂપિયો 4 પૈસા સુધર્યો: ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 4 પૈસાના સુધારા સાથે રૂ. 68.53ની સપાટીએ બંધ રહ્યો હતો. અન્ય મેજર કરન્સી સામે પણ રૂપિયામાં સાધારણ સુધારાની ચાલ રહી હતી.

2018: બોટમથી સેન્સેક્સ 4057 ઉછળ્યો
ચાલુ કેલેન્ડર વર્ષની શરૂઆતમાં 36444 પોઇન્ટની નવી ટોચે આંબી ગયા બાદ સેન્સેક્સમાં 3960 પોઇન્ટનું કરેકશન માત્ર બે માસમાં જોવા મળ્યું હતું. જોકે, ત્યારબાદ સેન્સેક્સમાં જે રીતે સડસડાટ સુધારાની ચાલ જોવા મળી છે. તેમાં સેન્સેક્સે પોણા ચાર માસમાં 4057 પોઇન્ટનો સુધારો વર્ષની બોટમથી નોંધાવ્યો છે. જોકે, સેન્સેક્સ પેકની 30 પૈકી 11 સ્ક્રીપ્સ એવી જોવા મળી છે કે, જેમાં નેગેટિવ ગ્રોથ રહ્યો છે. જ્યારે ટીસીએસ, રિલાયન્સ યશ બેન્ક, એચયુએલ, મારૂતિ વગેરેમાં ઝમકદાર સુધારો જોવા મળ્યો છે.

સેન્સેક્સ પેકની 30 પૈકી 11 સ્ક્રીપ્સમાં નેગેટિવ/નજીવું રિટર્ન
વિગત 23 માર્ચ 13 જુલાઇ

સેન્સેક્સ 32484 36542

અદાણી પોર્ટ 350 370

એશિયન પેઇ. 1082 1370

એક્સિસ બેન્ક 497 540

બજાજ ઓટો 2748 3133

એચડીએફસી 1777 1979

HDFC બેન્ક 1836 2181

હીરોમોટો 3354 3460

એચયુએલ 1284 1744

ઇન્ડસઇન્ડ 1725 1923

ઇન્ફોસિસ 1140 1309

આઇટીસી 255 270

લાર્સન 1263 1294

મહિન્દ્રા 723 908

મારૂતિ 8544 9415

રિલાયન્સ 890 1097

એસબીઆઇ 232 258

સન ફાર્મા 497 559

ટીસીએસ 2800 1981

યશ બેન્ક 285 376

ભારતી એરટેલ 405 358

ICICI 274 268

કોટક બેન્ક 1028 908

એનટીપીસી 168 153

ઓએનજીસી 176 155

પાવરગ્રીડ 191 181

તાતા મોટર્સ 330 264

વેદાન્તા 275 210

વિપ્રો 284 281

તાતા સ્ટીલ 554 558

કોલ ઇન્ડિયા 265 268

અન્ય સમાચારો પણ છે...