• Gujarati News
  • National
  • નાનુડી પાસે બ્રેક ફેઇલ થઇ જતાં ખાનગી બસ ઝાડ સાથે અથડાઇ

નાનુડી પાસે બ્રેક ફેઇલ થઇ જતાં ખાનગી બસ ઝાડ સાથે અથડાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભા | ખાંભાનાં નાનુડી પાસે અમદાવાદથી ખાંભા તરફ આવી રહેલ જીજે 14 ડબલ્યુ 0747 નંબરની જલારામ વિરલ નામની ખાનગી ટ્રાવેલ્સ સાવરકુંડલા તરફથી આવતી હતી. બસમા 20 જેટલા મુસાફરો બેઠા હતા. બસના ચાલક મોબાઈલમાં વાતચીત કરવામાં મશગુલ હતા અને અચાનક નાનુડી નજીક આવતી ખાંભા અમરેલી સાવરકુંડલા ચોકડી અને બમ્પ આવી જવાનો ખ્યાલ ન રહ્યો અને બસને રોકવા માટે જોરદાર બ્રેક મારતા બ્રેક ફેઇલ થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...