News in Brief

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટેટ રોલર સ્કેટિંગ ચેમ્પિ.માં સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલે 33 મેડલ મેળવ્યા
સિટીમાં યોજાયેલી બીજી ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગ મ્યુઝિકલ ચેર ટુર્નામેન્ટમાં સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ 8 ગોલ્ડ, 6 સિલ્વર અને 19 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. સ્કૂલના ભાવેશ આચાર્યએ 1 ગોલ્ડ અને 3 બ્રોન્ઝ, પુસ્કર પટેલે 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ, દેવાંશ પટેલે 3 બ્રોન્ઝ, કાવ્યા પટેલે 1 ગોલ્ડ 3 બ્રોન્ઝ, ચેત્શા પટેલે 2 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ મેળવ્યા હતા. જીયા પટેલે 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ, જિસ્વા પટેલે 2 ગોલ્ડ અને 1 સિલ્વર, દર્શન પટેલે 3 બ્રોન્ઝ, યશરાજ વાઘેલાએ 4 બ્રોન્ઝ અને લોકેશ વૈષ્ણવે 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.

પાવરલિફ્ટિંગમાં પિતા હિરેન્દ્ર અને પુત્ર ઉર્મિશને ગોલ્ડ મેડલ
અમદાવાદ | પાવરલિફ્ટિંગ સ્પોર્ટ્સ એસોસિયેશન દ્વારા યોજાયેલી ગુજરાત સ્ટેટ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પિતા-પુત્રની જોડીએ ગોલ્ડ મેડલ મેળવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. હિરેન્દ્રકુમાર એમ. માયાવંશીએ માસ્ટર્સ કેટેગરીમાં 130 કિલોગ્રામ વેઇટ ઉંચકીને પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ઉર્મિશ એચ. માયાવંશીએ સબ-જુનિયર કેટેગરીની બેન્ચ પ્રેસમાં કુલ 35 કિલોગ્રામ સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...