વિદ્યાર્થીઓએ 400 વર્ષ જૂની ડિઝાઇન દોરી

News in Brief પીડીપીયુમાં વિદ્યાર્થીઓ માટે વાર્લી આર્ટ પર વર્કશોપનું આયોજન કરાયું હતું

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 03:40 AM
વિદ્યાર્થીઓએ 400 વર્ષ જૂની ડિઝાઇન દોરી
પીડીપીયુ સ્કૂલ ઓફ લિબરલ સ્ટડી દ્વારા વાર્લી આર્ટ પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જયંતી ચિતારા કે જેમનો પરિવાર છેલ્લા 300 વર્ષથી આ આર્ટ સાથે જોડાયેલો છે તેમને પોતાની ટીમની સાથે બે દિવસના આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને વિવિધ ડિઝાઈનના પેઈન્ટિંગ તૈયાર કરાવડાવ્યા હતા.

વિદ્યાર્થીઓએ 400 વર્ષ જૂની મહારાષ્ટ્રની ટ્રાયબલ આર્ટ દોરી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ટ્રાયએન્ગલ શેપથી આદિવાસીઓના જન્મથી લઈને અંત સુધીમાં આવતા પ્રસંગો, ઘટનાઓ અને રહેણીકરણી વગેરેની ડિઝાઈન કેનવાસ પર દોરી આ ચિત્રો તૈયાર કર્યા હતા. વાર્લી અને માતાની પછેડી પરના ચિત્રોનું પ્રદર્શન 3 એપ્રિલે કેમ્પસમાં યોજાશે.

Talk on Art

X
વિદ્યાર્થીઓએ 400 વર્ષ જૂની ડિઝાઇન દોરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App