આજે 55મી પુસ્તક પરબ યોજાશે

DivyaBhaskar News Network

Apr 01, 2018, 03:40 AM IST
આજે 55મી પુસ્તક પરબ યોજાશે
અમદાવાદ | માતૃભાષા અભિયાનના ઉપક્રમે દર મહિનાના પ્રથમ રવિવારે પુસ્તકની પરબ યોજાય છે, ત્યારે આજે (રવિવારે) શહેરના 35 જેટલા વિવિધ સ્થળો પરથી 55મી પુસ્તક પરબ યોજાશે. તે અંતર્ગત સવારે 7.30થી 9 દરમિયાન વિનામૂલ્યે શિષ્ટ સાહિત્યના પુસ્તકોની આપ લે થશે. શહેરના વસ્ત્રાપુર તળાવ, નરોડા તળાવ, પ્રહલાદ નગર ગાર્ડન, પરિમલ ગાર્ડન, મલાવ તળાવ પાસે, બોપલના સરકારી ટ્યૂબવેલ ખાતે, નવરંગપુરાના જોગસપાર્ક, થલતેજમાં બાગબાન પાર્ટીપ્લોટ પાસે અને ઘોડાસરના સ્મૃતિ મંદિર સહિતના સ્થળોએ આ પરબ યોજાશે.

X
આજે 55મી પુસ્તક પરબ યોજાશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી