6 વર્ષ સુધી ક્લાસિકલ ડાન્સની સાધના બાદ આરંગેત્રમની પ્રસ્તુતિ

ક્લાસિકલ ડાન્સના પ્રથમ સ્ટેજ પરફોર્મન્સના ભાગરૂપે પંડિત દીનદયાળ ઓડિટોરીયમમાં ધોરણ.8માં અભ્યાસ કરીતી હયા દવેએ...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 03:40 AM
6 વર્ષ સુધી ક્લાસિકલ ડાન્સની સાધના બાદ આરંગેત્રમની પ્રસ્તુતિ
ક્લાસિકલ ડાન્સના પ્રથમ સ્ટેજ પરફોર્મન્સના ભાગરૂપે પંડિત દીનદયાળ ઓડિટોરીયમમાં ધોરણ.8માં અભ્યાસ કરીતી હયા દવેએ આરંગેત્રમનું પરફોર્મન્સ આપ્યું હતું. એશિયા સ્કૂલમાં અભ્યાસ કરતી હયાએ ભરતનાટ્યમની પ્રસ્તુતિની શરૂઆત પુષ્પાંજલિથી કરી હતી. ત્યારબાદ ગણેશ વંદના, અલ્લારિપૂ, સ્નેક ડાન્સ, શબ્દમ, વર્ણમ, પદમ, કિર્તનમ, શ્લોકમ, તિલ્લાના અને મંગલમથી પરફોર્મન્સનું સમાપન કર્યું હતું. હયાએ ક્લાસિકલ ડાન્સ ભરતનાટ્યમની તાલિમ મુદ્રા સ્કૂલ ઓફ ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સમાંથી લીધી છે. હયા 6 વર્ષથી ગૂરૂ અનંત મેનન પાસેથી ક્લાસિકલ ડાન્સની તાલિમ લઈ રહી છે. હયા દવેએ કહ્યું કે, ‘ આ ડાન્સ બાદ હું બીજા વર્કને પણ દિલથી એન્જોય કરું છું. મને વેસ્ટર્ન કરતાં ક્લાસિકલ ડાન્સ વધારે ગમે છે. ભરતનાટ્યમમાં છેલ્લા 6 વર્ષની ટ્રેનિંગ બાદ આ ડાન્સના પરફોર્મન્સની સાથે સાથે હું બીજા વર્કને પણ દિલથી એન્જોય કરી શકું છું. સ્ટડીમાં સેલ્ફ કોન્ફિડન્સ વધ્યો છે અને આ ડાન્સને લઈને કોઈ પણ વર્કમાં કોન્સન્ટ્રેશન પાવર પણ વધ્યો છે.’

Classical Dance

આ કાર્યક્રમનું આયાંજન પંડિત દીનદયાળ ઓડિટોરીયમમાં કરવામાં આવ્યું હતું.

ધોરણ-8ની હયા દવેએ આ

પરફોર્મન્સ આપ્યું

X
6 વર્ષ સુધી ક્લાસિકલ ડાન્સની સાધના બાદ આરંગેત્રમની પ્રસ્તુતિ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App