Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » UPI-ભીમ એપથી બુકિંગ થાય તો 5 ટકા ડિસ્કાઉન્ટ

UPI-ભીમ એપથી બુકિંગ થાય તો 5 ટકા ડિસ્કાઉન્ટ

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 03:40 AM

રેલવેના રિઝર્વેશન કાઉન્ટર પરથી ટિકિટ લેવી પડશે

  • UPI-ભીમ એપથી બુકિંગ થાય તો 5 ટકા ડિસ્કાઉન્ટ
    કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે રેલવે દ્વારા રિઝર્વેશન કાઉન્ટર પરથી ટિકિટ બુક કરાવનારને ડિસ્કાઉન્ટ આપવાની યોજના જાહેર કરાઈ છે.

    એડવાન્સ રિઝર્વેશન ટિકિટ બુક કર્યા બાદ યુપીઆઇ અને ભીમ એપથી ટિકિટનું ભાડું ચૂકવનારને બેઝિક ફેરમાં 5 ટકા ડિસ્કાઉન્ટ અપાશે, જે મહત્તમ 50 રૂપિયા સુધી હશે. યોજના 2 એપ્રિલથી 3 મહિના માટે પ્રાયોગિક ધોરણે શરૂ કરાશે.

    રેલવે અધિકારીએ વધુમાં જણાવ્યું કે, અમદાવાદ સહિત દેશભર કોઈપણ રેલવે સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પર એડવાન્સ રિઝર્વેશન ટિકિટ બુક કરાવનારા લોકોને ટિકિટના બેઝિક ફેરમા 5 ટકા ડિસ્કાઉન્ટ આપવાની રેલવે બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

    જોકે આ રકમ 50 રૂપિયાથી વધુ નહિ હોય અને તેના માટે 100 રૂપિયાના બેઝિક ફેર સાથે રિઝર્વેશન ટિકિટ બુક કરાવેલી હોવી જરૂરી છે.

    ડિસ્કાઉન્ટની સુવિધાનો લાભ અનરિઝર્વ્ડ ટિકિટ, સિઝન ટિકિટ કે આઈઆરસીટીસીની સાઈટ પર ઓનલાઈન ટિકિટ બુક કરાવતા લોકોને નહીં મળે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending