Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ત્રણ દિવસ ગરમીથી રાહતની શક્યતા

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ત્રણ દિવસ ગરમીથી રાહતની શક્યતા

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 03:40 AM

રેલવેના રિઝર્વેશન કાઉન્ટર પરથી ટિકિટ લેવી પડશે

  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ત્રણ દિવસ ગરમીથી રાહતની શક્યતા
    જેટ સ્ટ્રીમની અસરો ઘટતાં રાજ્યમાં ફરીથી ઉત્તર-પશ્ચિમથી ઉત્તરનાં પવનો શરૂ થયાં છે. તેમજ વાતાવરણનાં ઉપર-મધ્યનાં લેવલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પૂર્વીય રાજસ્થાન વિસ્તારમાં સાયક્લોનિક સરક્યુલેશનથી મોટાભાગનાં શહેરોનાં મહત્તમ તાપમાન સામાન્ય ઘટાડો નોંધાયો છે. આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન મોટાભાગનાં શહેરોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ગરમીથી રાહત મળવાની શક્યતા છે. શનિવારે રાજ્યનાં 7 શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. રાજ્યમાં 42.7 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી.

    અમદાવાદનું મહત્તમ તાપમાન છેલ્લાં બે દિવસનાં પ્રમાણમાં 1 ડિગ્રી જેટલું ઘટીને 40.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20.3 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે શહેરમાં વહેલી સવારે સામાન્ય ઠંડક રહ્યાં બાદ બપોરનાં 12થી 5 દરમિયાન ગરમીનું પ્રમાણ વર્તાયુ હતું. આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છનાં રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલી જેવાં શહેરોમાં હિટવેવનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે.

    કેટલી ગરમી

    અમદાવાદ 40.0

    કંડલા એ. 42.7

    સુરેન્દ્રનગર 42.3

    રાજકોટ 41.5

    ડીસા 41.0

    ગાંધીનગર 41.0

    ઈડર 41.0

    અમરેલી 41.0

    ભુજ 39.6

    વડોદરા 39.6

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending