સિવિલના ટ્રોમા સેન્ટરે સારવાર વિના જ દર્દીને બહાર ધકેલ્યો

ભાસ્કર િવશેષ મધ્યપ્રદેશથી કિડનીની સારવાર માટે આવેલા દર્દીએ બળબળતા તાપમાં પરિવારના સભ્યોએ ફૂટપાથ પર શરણ...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 03:40 AM
સિવિલના ટ્રોમા સેન્ટરે સારવાર વિના જ દર્દીને બહાર ધકેલ્યો
તાજેતરમાં સિવિલ હોસ્પિટલને સ્વચ્છતા અને દર્દીની સારી સારસંભાળ રાખવા માટે કાયાકલ્પ એવોર્ડ એનાયત કરાયો છે, એકબાજુ હોસ્પિટલમાં આ એવોર્ડ મળ્યાનું સેલિબ્રેશન ચાલી રહ્યું હતું, ત્યારે બીજી તરફ મધ્યપ્રદેશના દર્દીને ટ્રોમા સેન્ટરનાં ડોકટરોએ અહીં સારવાર નહીં થાય કહીને મંદસૌર પરત જવા જણાવી દીધું હતું. કાળઝાળ ગરમીમાં દર્દીએ પરિવાર સાથે ફુટપાથ પર શરણ લેવાની ફરજ પડી હતી. છેલ્લા 1 મહિનામાં ટ્રોમા સેન્ટરમાંથી દર્દીને સારવાર વિના ધકેલી દેવાયાનાં ચાર કિસ્સા નોંધાયા છે.

શનિવારે દિવ્ય ભાસ્કરનાં પત્રકાર આંખની હોસ્પિટલ સામેથી પસાર થઇ રહ્યાં હતા ત્યારે પગમાં સોજા સાથે ફૂટપાથ પર સૂતેલા દર્દી પર નજર પડતાં પૃચ્છા કરતાં સમગ્ર કિસ્સો બહાર આવ્યો હતો. મંદસૌરમાં મજુરી કરતાં 40 વર્ષીય રામચંદ્ર ભામ્ભીની બહેન શ્યામુબાઇ અને તેમનાં પુત્ર પ્રકાશચંદ્રએ જણાવ્યું હતું કે, મંદસૌરની સરકારી હોસ્પિટલનાં તબીબો એ મારા ભાઇની બંને કિડની ફેલ હોવાથી અસિવિલ જવા જણાવ્યું હતું. શનિવારે વહેલી સવારે સિવિલનાં ટ્રોમા સેન્ટરમાં આવ્યાં હતા. જયાં ડોકટરો કેસ કાઢીને કિડની હોસ્પિટલનાં ડોકટરો પાસે મોકલ્યાં જયાં ડોકટરે બંને કિડની ફેઇલ હોવાથી અહી તમારી સારવાર થશે નહીં, તેથી તમે પ્રાઇવેટ હોસ્પિટલમાં અથવા તો મંદસૌર જઇ સારવાર કરાવવાનું જણાવી કેસ પેપર લઇ લીધો હતો.

સિવિલમાંથી એક મહિનામાં ચાર દર્દીને સારવાર વિના પાછા કાઢવામાં આવ્યા

સિવિલમાં ફૂટપાથ પર કેટલાક દર્દીઓ સૂતેલા નજર પડી રહ્યા છે.

તપાસ કરીને યોગ્ય પગલાં ભરાશે

દર્દીને સારવાર વિના ટ્રોમા સેન્ટરમાંથી જણાવી દેવાયું તે અંગે અમે તપાસ હાથ ધરી છે. અગાઉ પણ આવો કિસ્સો ધ્યાનમાં આવ્યો હતો, પણ દર્દી ન મળતાં કાર્યવાહી થઇ શકી ન હતી, જેથી આ ઘટનાની તપાસ કરીને યોગ્ય પગલા ભરાશે. ડો. એમ. એમ. પ્રભાકર, સુપરિટેન્ડેન્ટ, સિવિલ હોસ્પિટલ

19મી માર્ચે નાની ધારીનાં 25 વર્ષીય પ્રતાપ વાળા નામનાં દર્દીને પગમાં સડો હોવા છતાં સારવાર વિના પાછો ધકેલી દેતા યુવાને ટ્રોમા સેન્ટરની બહાર ફૂટપાથ પર રહેવાની ફરજ પડી હતી.

પ્રતાપ વાળાના જણાવ્યાં મુજબ, 19મી માર્ચે અન્ય એક મહિલાને ડોકટરોએ હોસ્પિટલમાં દાખલ કરવાને બદલે સારવાર વિના ઘરે મોકલી દીધી હતી.

17મી માર્ચે કઠવાડાના એક સૈન્યકર્મીની બહેનને પ્રસૃતિ બાદ સખત દુખાવો અને બેસી ન શકે તેવી સ્થિતિ હોવા છતાં દાખલ કરી ન હતી.

31 માર્ચ શનિવારે મંદસૌરનાં રામચંદ્ર ભામ્ભીને કિડની હોસ્પિટલમાં મોકલવાને બદલે ઘરે રવાના કરી દેવાયો.

X
સિવિલના ટ્રોમા સેન્ટરે સારવાર વિના જ દર્દીને બહાર ધકેલ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App