• Gujarati News
  • National
  • કોર્પોરેશન સાફ કરે તે પહેલાં આપણે કચરો ઉપાડી લઈએ: વિવેક ઓબેરોય

કોર્પોરેશન સાફ કરે તે પહેલાં આપણે કચરો ઉપાડી લઈએ: વિવેક ઓબેરોય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરની સ્થાપનાના સેલિબ્રેશનમાં આ છોકરીઓ અલગ અલગ રાણીઓના ગેટઅપમાં આવી હતી. તેમાં રઝિયા સુલતાન, બેગમ મુમતાઝ, જોધાબાઈ, અનારકલી વગેરે જોઈ શકાય છે.

સિટી રિપોર્ટર | અમદાવાદ

સોમવારે અમદાવાદના 608માં સ્થાપના દિવસ નિમિત્તે શહેરને સોળે શણગાર કરાયા હતાં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુન્ની વક્ફ કમિટી દ્વારા શહેરના તિલકબાગ ખાતે સફર-એ-વિરાસત અંતર્ગત યોજાયેલાં સેલિબ્રેશનમાં બોલિવુડ સ્ટાર વિવેક ઓબેરોય અને મેયર ગૌતમ શાહ પણ હાજર રહ્યાં હતાં. આ દિવસે માણેકનાથ બુરઝ ખાતે સૌપ્રથમ પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો અને પછી ત્યાંથી જ સ્વચ્છતા રેલીની શરૂઆત થઈ હતી. સાથે સાથે સ્વચ્છ ભારત મીશનના બ્રાન્ડ એમ્બેસેડર અને બોલિવૂડ કલાકાર એવા વિવેક ઓબેરોયે તિલકબાગથી લો ગાર્ડન સુધી બીઆરટીએસનો પ્રવાસ પણ કર્યો હતો.

Ahmedabad Birthday

‘દરેક શહેરની સંસ્કૃતિ માટે હેરિટેજનું મહત્વ’
 હું છેલ્લા 15 વર્ષથી અમદાવાદમાં આવું છું. શહેરીજનો જ્યારે પોતાના શહેરના 607 વર્ષની સ્થાપનાનું સેલિબ્રેશન કરી રહ્યાં છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે દરેક શહેરની સંસ્કૃતિ માટે હેરિટેજ મહત્વનું છે કેમ કે તેનાથી બહારના પ્રવાસી આવે છે અને તે રીતે આર્થિક વેલ્થ પણ ક્રિએટ થાય છે. આજે આપણે એક સંકલ્પ કરીશું કે કચરો કોર્પોરેશન સાફ કરે તે પહેલાં આપણો કચરો આપણે ઉપાડીશું.  વિવેક ઓબેરોય, અભિનેતા

શહેરના 608માં સ્થાપના દિવસ પ્રસંગે હાથી પર અગાઉની જેમ અહેમદશાહ બાદશાહ બેસીને સવારી કરતાં હતાં તેવા અંદાજમાં આ સવારી નીકળી હતી. જેમાં અલગ-અલગ કમ્યુનિટીના બાળકો જોડાયા હતાં અને રેલીમાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...