• Gujarati News
  • National
  • બે લાખ વેપારીએ લીધેલી સેસ ક્રેડિટ પાછી લેવા સરકારે નોટિસ ફટકારી

બે લાખ વેપારીએ લીધેલી સેસ ક્રેડિટ પાછી લેવા સરકારે નોટિસ ફટકારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીએસટી લાગૂ થયા બાદ સરકારે દરેક વેપારીઓને એજ્યુકેશન સેસ, હાયર એજ્યુકેશન સેસ અને કૃષિ કલ્યાણ સેસની ટ્રાન્સફરમાં લીધેલી ક્રેડિટ રિવર્સ કરવા માટે નોટિસો આપી છે. સરકારે હવે એવો નિર્ણય લીધો છે કે સેસની ટ્રાન્સફર ક્રેડિટ નહીં આપવી અને તે સેસ ટેક્સમાં જલ્દી જમા કરવા રાજ્યના 2 લાખ વેપારીઓને નોટિસ પાઠવી છે.

વેપારીઓએ જે તે સમયે કૃષિ સેસ, એજ્યુકેશન સેસ અને હાયર એજ્યુકેશન સેસ કેરીફોવર્ડ કરી છે તે વેપારીઓને તેટલી ક્રેડિટની રિકવરી કઢાઈ છે. સરકારે પહેલા સેકશનમાં જાહેરાત કરી હતી કે આ ટેક્સ કહેવાય તેથી વેપારીઓએ તેની ક્રેડિટ લીધી હતી. હવે સરકાર પાછળથી ટેક્સમાં જોગવાઈ પ્રોવિઝન ન હોવા છતાં તેમના પ્રશ્નોતરીના આધારે બધાને રિવર્સ કરવા માટે નોિટસો પાઠવી રહી છે. જેના કારણે દરેક વેપારી પાસેથી આ ક્રેડિટ પાછી માંગવામાં આવી રહી છે.

દિલ્હી હાઇકોર્ટના ચુકાદા પછી રિકવરી કઢાઈ
સેલ્યૂલર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને કેન્દ્ર વચ્ચેના કેસમાં દિલ્હી હાઇકોર્ટે એવું અવલોકન કર્યું હતું કે, એજ્યુકેશન અને હાયર એજ્યુકેશન સેસની ક્રેડિટ આપવા કિધું હતું પરંતુ એ ક્રેડિટ અપાયે તે એક્સાઇઝ ડ્યુટી અને સર્વિસ ટેક્ષ કરતા વધારે ન હોવી જોઇએ.જેથી કેન્દ્ર સરકારે વેપારીઓ પાસેથી સેસની રિકવરી શરૂ કરી છે.